Ahmedabad Mayor Selection 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોની પસંદગીની કવાયત તેજ બની છે. અમદાવાદના ખાનપુર ખાતે ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર સહિતના 5 મુખ્ય હોદ્દાઓ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ બેઠકમાં શહેરના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પાસેથી અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે.
Ahmedabad : ખાનપુર ખાતે નેતાઓનો જમાવડો
અમદાવાદના મેયર અને અન્ય હોદ્દેદારોની પસંદગી માટે ભાજપના નિરીક્ષકો દ્વારા ત્રણ તબક્કામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં પૂર્વ સાંસદ રાજેશ ચુડાસમા, ગીતાબેન રાઠવા સહિતના સિનિયર નેતાઓ નિરીક્ષક તરીકે હાજર રહીને વિવિધ વોર્ડના કોર્પોરેટરો અને હોદ્દેદારોના અભિપ્રાયો સાંભળી રહ્યા છે.

કયા હોદ્દાઓ માટે લેવાઈ રહ્યો છે સેન્સ?
ભાજપ દ્વારા મુખ્યત્વે નીચેના 5 મહત્વના હોદ્દાઓ માટે નામોની પેનલ તૈયાર કરવામાં આવશે:
- મેયર
- ડેપ્યુટી મેયર
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
- શાસક પક્ષના નેતા
- દંડક
પસંદગીની પ્રક્રિયા કેવી રીતે થશે?
નિરીક્ષકો દ્વારા અમદાવાદના તમામ ધારાસભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન ચર્ચા કરવામાં આવશે. આ અભિપ્રાયો અને સંકલન બેઠક બાદ દરેક હોદ્દા માટે 3 સંભવિત નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ પેનલ આખરી નિર્ણય માટે ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે, જ્યાં નવા હોદ્દેદારોના નામો પર આખરી મહોર મારવામાં આવશે.
નવા ચહેરાઓ પર નજર
અમદાવાદમાં આગામી અઢી વર્ષ માટે કોણ મેયર બનશે તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. જ્ઞાતિગત સમીકરણો અને સિનિયોરિટીને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડ નવા નામોની જાહેરાત કરી શકે છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક કોર્પોરેટરોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેના કારણે ખાનપુર કાર્યાલય ખાતે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ
આ પણ વાંચો: રાજ્યની 34માંથી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત
આ પણ વાંચો: આ પણ વાંચો: BJPની પ્રચંડ સુનામી, તમામ મનપામાં ક્લીન સ્વીપ
