World News/ એર ઈન્ડિયા બ્લાસ્ટના 40 વર્ષ બાદ કેનેડાની આંખ ઉઘડી, રિપોર્ટમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ગણાવ્યું મોટું જોખમ

Canadaની ગુપ્તચર એજન્સી CSIS ના રિપોર્ટમાં ખાલિસ્તાની તત્વોને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવવામાં આવ્યા છે. ભારત પર જાસૂસીના આક્ષેપો વચ્ચે કેનેડાના બદલાતા વલણ વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Canada

Canada Intel Report 2026:  કેનેડાની ગુપ્તચર એજન્સી CSIS એ વર્ષ 2025 નો રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો છે, જેમાં ખાલિસ્તાની ઉગ્રવાદને દેશ માટે મોટું જોખમ ગણાવ્યું છે. આ રિપોર્ટમાં સ્વીકારવામાં આવ્યું છે કે કેનેડામાં રહેલા ખાલિસ્તાની તત્વો હિંસક એજન્ડાને પ્રોત્સાહન આપી રહ્યા છે. જોકે, રિપોર્ટમાં ચીન અને રશિયાની સાથે ભારત પર પણ કેનેડાની આંતરિક રાજનીતિમાં દખલ અને જાસૂસી કરવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે.

રિપોર્ટમાં ‘એર ઈન્ડિયા 182’ નો ઉલ્લેખ

કેનેડાએ (Canada) પોતાના ઈતિહાસના સૌથી ઘાતક આતંકવાદી હુમલાને યાદ કરતા જણાવ્યું છે કે:

40 મી બરસી: ગત વર્ષે એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 માં થયેલા બોમ્બ વિસ્ફોટની 40 મી બરસી હતી.

329 ના મોત: આ હુમલામાં 329 લોકોના મોત થયા હતા, જેના શંકાસ્પદ આરોપીઓ કેનેડા સ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોના સભ્યો હતા.

ભંડોળનો દુરુપયોગ: રિપોર્ટ મુજબ, આ જૂથો સમુદાય પાસેથી પૈસા ઉઘરાવે છે અને તેનો ઉપયોગ હિંસક પ્રવૃત્તિઓ માટે કરે છે.

ભારત પર ‘ટ્રાન્સનેશનલ રેપ્રેસન’ નો આક્ષેપ

કેનેડાએ (Canada) આરોપ લગાવ્યો છે કે ભારત સરકાર તેની ટીકા દબાવવા માટે કેનેડામાં રહેતા ભારતીય સમુદાય અને પત્રકારો પર નજર રાખે છે અને દબાણ ઉભું કરે છે. રિપોર્ટમાં આ પ્રક્રિયાને ‘સીમા પાર દમન’ (Transnational Repression) તરીકે ઓળખાવવામાં આવી છે. જોકે, ભારત આ આક્ષેપોને પહેલેથી જ નકારી રહ્યું છે.

Canada ની  નવી સરકાર અને બદલાતા સમીકરણો

કેનેડામાં (Canada) સત્તા પરિવર્તન બાદ સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે:

માર્ક કાર્નીનું વલણ: વડાપ્રધાન માર્ક કાર્નીએ કાર્યભાર સંભાળ્યા બાદ અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ભારત હાલમાં કેનેડાની (Canada) ધરતી પર કોઈ હિંસક પ્રવૃત્તિમાં સામેલ નથી.

ભૂતકાળનો તણાવ: જસ્ટિન ટ્રુડોના શાસન દરમિયાન નિજ્જરની હત્યા બાદ બંને દેશોના સંબંધો અત્યંત ખરાબ તબક્કે પહોંચી ગયા હતા, પરંતુ હવે તેમાં સુધારો થવાની આશા છે.


આ પણ વાંચો :ઈરાન પર વધતું અમેરિકી દબાણ, 38 જહાજો રોક્યા બાદ શું પુતિન કરશે ઈરાનની મદદ?

આ પણ વાંચો :ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકી પર અંધાધૂંધ ફાયરિંગ

આ પણ વાંચો :નાઈજીરિયામાં ISIS નું ખૂની તાંડવ, ગુયાકુ ગામમાં 29 નિર્દોષ નાગરિકોના મોતથી મચ્યો હાહાકાર