National News/ IRCTC કૌભાંડ: CBI કોર્ટ સતત આજથી 6 દિવસ લાલુ પરિવારના આરોપો પર કરશે સુનાવણી

IRCTC કૌભાંડને કારણે લાલુ પરિવાર મુશ્કેલીમાં છે. CBI કોર્ટે ચાર્જશીટ પર ચર્ચા માટે ૬ દિવસનો સમય આપ્યો છે. 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી દરરોજ સુનાવણી થશે.

Top Stories India Breaking News

National News : CBI કોર્ટે IRCTC હોટલ કેસમાં લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત અન્ય લોકો સામે આરોપો ઘડવા અંગે દલીલો પૂર્ણ કરવા માટે સમયમર્યાદા નક્કી કરી. 6 દિવસમાં થશે લાલુ પરિવારના ભવિષ્યનો નિર્ણય ! 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી દરરોજ સુનાવણી થશે. IRCTC હોટલ કેસમાં CBI દ્વારા નામ આપવામાં આવેલા લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્રી રાબડી દેવી, પુત્ર અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો ઘડવા માટે દલીલો પૂર્ણ કરવા માટે CBIની એક ખાસ કોર્ટે છ દિવસની સમયમર્યાદા નક્કી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા અઠવાડિયે પસાર કરેલા પોતાના આદેશમાં CBI કોર્ટે કહ્યું હતું કે બહુવિધ પક્ષકારની હાજરી, રેકોર્ડની વિશાળતા અને સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા સાંસદો ધારાસભ્યોને લગતા કેસોને ઝડપી બનાવવા માટે વારંવાર આપવામાં આવેલા નિર્દેશોને ધ્યાનમાં રાખીને, આ મામલો 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી દૈનિક ધોરણે હાથ ધરવામાં આવશે, જેથી આરોપ પર દલીલો પૂર્ણ થઈ શકે. કોર્ટે બચાવ પક્ષના વકીલોને તેમના પ્રતિવાદો સાથે તૈયાર રહેવા જણાવ્યું છે. આરોપી વ્યક્તિઓના સંબંધિત વકીલો એકબીજા સાથે સંકલન કરી શકે છે અને તેઓ કયાં ક્રમમાં દલીલો કરવા માંગે છે તે નક્કી કરી શકે છે, આદેશમાં કહેવામાં આવ્યું છે. જોકે, ઉપરોક્ત સમયગાળા દરમિયાન કોઈપણ પક્ષના વકીલની ગેરહાજરીને કારણે કેસ મુલતવી રાખવામાં આવશે નહીં. ઉપરોક્ત દરેક તારીખે કોર્ટ ઉપલબ્ધ વકીલોની દલીલો સાંભળશે.

આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આરોપ પરની દલીલો CBI કોર્ટ દ્વારા પહેલાથી જ આંશિક રીતે સાંભળવામાં આવી છે, જયાં CBIએ તેની શરૂઆતની દલીલો પૂર્ણ કરી હતી, જ્યારે લાલુ પ્રસાદ રાબડી દેવી અને તેજસ્વી યાદવના CBIના વકીલ દ્વારા કાયદાના પ્રસ્તાવિત પ્રશ્નશ્નો પર નોંધપાત્ર દલીલો કરવામાં આવી હતી. જાણકાર લોકોના જણાવ્યા અનુસાર, CBI એકદિવસમાં અન્ય આરોપીઓ સામે પોતાની દલીલો પૂર્ણ કરશે, ત્યારબાદ બચાવ પક્ષના વકીલો પોતાની પ્રતિ દલીલો રજૂ કરશે. આ પછી કોર્ટ આરોપીઓ સામે એરોપો ઘડવા કે નહીં તે અંગે નિર્ણય લેશે. જો કોર્ટ આરોપો ઘડવાનું નક્કી કરે, તો તેનો અર્થ કેસમાં ટ્રાયલની શરૂઆત થશે.

સુપ્રીમ કોર્ટે 11 ફેબ્રુઆરીના રોજ અસ્થાનાની અરજીનો નિકાલ કરતા કહ્યું હતું કે, આરોપ ઘડતી વખતે આ કેર્ટ સમક્ષ બધા મુદ્દાઓ ઉઠાવવા માટે ખુલ્લા છે. CBI કોર્ટે ૨૦ ફેબ્રુઆરીના રોજ આપેલા આદેશમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશો (તારીખ ૧૧ ફેબ્રુઆરી) ને ધ્યાનમાં રાખીને, કોર્ટ આરોપના પાસા પર સુનાવણી આગળ બિહારના રાજકારણમાં આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. લાલુ યાદવ રાજ્યના મોટા નેતા છે અને તેમના પરિવારનો રાજકારણમાં ઘણો પ્રભાવ છે. આ કેસમાં નિર્ણય તેમના અને તેમના પરિવારના રાજકીય ભવિષ્યને અસર કરી શકે છે. બધાની નજર આ બાબત પર ટકેલી છે.

લાલુ પ્રસાદ યાદવ પર રેલવે મંત્રી હતા ત્યારે IRCTC હોટલની ફાળવણીમાં કથિત અનિયમિતતાઓનો આરોપ છે. CBIનો આરોપ છે કે લાલુ યાદવે હોટલની ફાળવણીમાં ફાયદો મેળવવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને બદલામાં જમીન તેમના પરિવારના નામે નોંધાવી. રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર પણ આ મામલામાં સંડોવણીનો આરોપ છે. સહ-આરોપી, વિનોદ અસ્થાને (ભૂતપૂર્વ સરકારી કર્મચારી) એ સુપ્રિમ કોર્ટ પાસેથી તેમની સામે આરોપો ઘડવા, પર સ્ટે મેળવ્યા બાદ આ કેસ નીચલી કોર્ટમાં પેન્ડિંગ હતો. અસ્થાનાએ આ કેસમાં CBI ચાર્જશીટ પર નોંધ લેવાના નીચલી અદાલતના નિર્ણયને રદ કરવાની માંગ કરી હતી. અસ્થાનાએ વધારશે. દિલ્હી હાઈકોર્ટના એક આદેશ સામે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી, જેણે ઓક્ટોબર 2022 માં તેમની અરજી ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે આટલા પ્રારંભિક તબક્કે કાર્યવાહી રદ કરવી શક્ય નહીં હોય.  અન્ય આરોપીઓમાં સરકારી અધિકારીઓ અને ખાનગી કંપનીઓને સમાવેશ થાય છે. આ કેસ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને હવે આરોપો ઘડવાનો તબક્કો આવી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સગીર પીડિતાના બાહ્ય ગુપ્તાંગ સાથે સહેજ શારીરિક સંપર્ક પણ લૈંગિક હુમલો ગણાશે: કેરળ હાઈકોર્ટ

આ પણ વાંચો:કેદીએ તેના પરિવાર સાથે કોર્ટમાં પોલીસ પર કર્યો હુમલો, કેસ નોંધાયો

આ પણ વાંચો:માલવણમાં યુવક પર હુમલો, મહિલા સરપંચ પતિ પર આરોપ