Donald Trump in Trouble: અમેરિકાના રાજકારણમાં અત્યારે તીવ્ર ગરમાવો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ( 4 એપ્રિલ 2026) સોશિયલ મીડિયા પર ઈરાન વિરુદ્ધ અત્યંત આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેના પછી વિપક્ષી સાંસદોએ તેમને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય ગણાવ્યા છે. જો આ માંગ સ્વીકારવામાં આવે, તો ટ્રમ્પની જગ્યાએ જેડી વેન્સ (JD Vance) અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે.
શા માટે ઉઠી રહી છે Trump ને હટાવવાની માંગ?
ટ્રમ્પની (Trump) ટિપ્પણી બાદ યુએસ સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ બેક્કા બાલિંટ, સીનેટર ક્રિસ મર્ફી અને કોંગ્રેસ સભ્ય યાસ્મીન અન્સારી સહિત પાંચ દિગ્ગજ નેતાઓએ મોરચો ખોલ્યો છે. સાંસદોનું કહેવું છે કે ટ્રમ્પ (Trump)માનસિક રીતે અસ્થિર થઈ ગયા છે અને તેઓ પોતાના કર્તવ્યો નિભાવવામાં અક્ષમ છે. સીનેટર ક્રિસ મર્ફીએ તો ત્યાં સુધી કહ્યું કે, “ટ્રમ્પ (Trump)લોકોની હત્યા કરવા લાગ્યા છે અને દુનિયા તેમના કારણે જોખમમાં છે.” આ વિવાદ બાદ ટ્રમ્પ 3 દિવસની રજા પર ઉતરી ગયા હોવાના પણ અહેવાલ છે.
શું છે અમેરિકાનો 25મો સુધારો?
અમેરિકી બંધારણનો 25મો સુધારો રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા અથવા તેમના મૃત્યુ/અસમર્થતાના કિસ્સામાં ઉત્તરાધિકારની પ્રક્રિયા નક્કી કરે છે. આ કાયદા હેઠળ:
જો રાષ્ટ્રપતિ (Trump)પોતાનું કામ કરવા માટે શારીરિક કે માનસિક રીતે અસમર્થ હોય, તો તેમને હટાવી શકાય છે.
રાષ્ટ્રપતિના હટ્યા બાદ બાકીના કાર્યકાળ માટે ઉપરાષ્ટ્રપતિ (હાલમાં જેડી વેન્સ) કાર્યભાર સંભાળે છે.
કેવી રીતે કામ કરે છે આ પ્રક્રિયા?
આ કાયદાને અમલમાં લાવવો એટલો સરળ નથી. તેની પ્રક્રિયા નીચે મુજબ છે:
કેબિનેટનો પ્રસ્તાવ: સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટના બહુમતી સભ્યોએ એક લેખિત પ્રસ્તાવ લાવવો પડે છે કે રાષ્ટ્રપતિ અસમર્થ છે.
રાષ્ટ્રપતિનો વિરોધ: જો રાષ્ટ્રપતિ આ પ્રસ્તાવનો વિરોધ કરે છે, તો મામલો સંસદ (કોંગ્રેસ અને સીનેટ) માં જાય છે.
બે તૃતિયાંશ બહુમતી: જો સંસદના બંને ગૃહોમાં 2/3 સભ્યો આ પ્રસ્તાવને મંજૂરી આપી દે, તો રાષ્ટ્રપતિએ ફરજિયાતપણે પોતાની ખુરશી છોડવી પડે છે.
અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય કોઈ રાષ્ટ્રપતિને આ રીતે પદભ્રષ્ટ કરવામાં આવ્યા નથી, પરંતુ ટ્રમ્પના તાજેતરના વર્તનને જોતા આ વખતે સ્થિતિ ગંભીર જણાઈ રહી છે.
આ પણ વાંચો : ઈરાને અમેરિકાના 2 લડાકુ વિમાનો તોડી પાડ્યા હોવાનો કર્યો દાવો, પાયલોટને જીવતો પકડવા જાહેર કર્યું ઈનામ
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન

