Rajkot News: રાજકોટ (Rajkot)ના 150 ફૂટ રિંગ રોડ પર સ્થિત એટલાન્ટિસ બિલ્ડિંગમાં ધુળેટીના દિવસે લાગેલી આગ (Fire)માં 3 લોકોના મોત મામલામાં એક મોટો ખુલાસો થયો છે. કરોડો રૂપિયાના ફ્લેટ ધરાવતી આ ઇમારતમાં છેલ્લા દસ વર્ષથી NOC રિન્યુ કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં ધૂળેટીના દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ છઠ્ઠા માળે અચાનક આગની ઘટના બનવા પામી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગનું 2014 થી રિન્યૂ કરવામાં આવ્યું નથી. ફાયર સિસ્ટમ કાર્યરત સ્થિતિમાં ન હતી. રાજકોટ મહાનગરપાલિકાએ 2021 અને 2023 માં ફાયર NOC રિન્યુઅલ માટે નોટિસ મોકલી હતી. માહિતી મુજબ બિલ્ડીંગ રહેણાંક મકાન હોવાથી તેને સીલ કરાયું ન હતું. નિયમો અનુસાર, જો ફાયર NOC ન હોય તો, ઇમારતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દુર્ઘટનામાં બે ડિલિવરી બોય સહિત 3નાં મોત નિપજ્યાં હતા. રાજકોટ પોલીસે એટલાન્ટિસ બિલ્ડિંગમાં લગાવેલા CCTV કેમેરાના ડીવીઆર કબજે કરી તપાસ કરી રહી છે. તેમજ સેમ્પલને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. CCTV ફૂટેજ જોયા બાદ પોલીસે ખુલાસો કર્યો છે કે આગ છઠ્ઠા માળેથી શરૂ થઈ હતી અને એ પણ સામે આવ્યું છે કે CCTVમાં મૃત્યુ પામેલા ત્રણ લોકો અને ઘાયલ યુવતી પણ લિફ્ટમાં ઉપર જતા જોવા મળ્યા હતા, જોકે આ પછી તેઓ આગમાં કેવી રીતે ફસાઈ ગયા તે CCTVમાં જોઈ શકાયું નથી.
આ પણ વાંચો:રાજકોટ એટલાન્ટિસ ફ્લેટમાં આગ લાગતા 3નાં મોત
આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું ઉઠમણું
આ પણ વાંચો:રાજકોટમાં મહિલા બની રણચંડી, રસ્તા વચ્ચે યુવકને માર્યા મુક્કા