Not Set/ અંકલેશ્વરનાં અંસાર માર્કેટમાં સ્ક્રેપનાં ગોડાઉનમાં ભીષણ આગ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8ને અડીને આવેલ અંસાર માર્કેટમાં સ્ક્રેપનાં ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી જેના કારણે દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વરનાં અંસાર માર્કેટમાં આવેલ એક ભંગારનાં ગોડાઉનમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ બેકાબુ બની હતી. અને ધુમાડાનાં ગોટે ગોટા વાતાવરણમાં ઉડયા હતા. જેના કારણે હાઇવે પરથી પસાર […]

Top Stories

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8ને અડીને આવેલ અંસાર માર્કેટમાં સ્ક્રેપનાં ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી જેના કારણે દોડધામ મચી ગઈ હતી.

અંકલેશ્વરનાં અંસાર માર્કેટમાં આવેલ એક ભંગારનાં ગોડાઉનમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ બેકાબુ બની હતી. અને ધુમાડાનાં ગોટે ગોટા વાતાવરણમાં ઉડયા હતા. જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

સ્ક્રેપનાં ગોડાઉનમાં આગ અંગેની જાણ પાનોલી નોટીફાઈડ એરિયા ફાયર સ્ટેશન, અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર લાશ્કરો લાયબંબા સાથે ઘટના સ્થળ પર દોડી ગયા હતા, અને આગને કાબુમાં લેવાનાં પ્રયાસો કર્યા હતા.

આ ઉપરાંત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરુ કરવામાં આવી છે. જોકે સ્ક્રેપનું ગોડાઉન હોવાનાં  કારણે આગમાં કાયા પ્રકારનો કચરો સળગ્યો છે, તે જાણવું મુશ્કેલરૂપ બન્યું છે. પરંતુ કેમિકલ યુક્ત જોખમી કચરો આગમાં સ્વાહા થઇ ગયો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.