Not Set/ સાંસદનું ‘cheeky’ વર્તન, મહિલા ધારાસભ્યના ગાલ ખેંચતા જોવા મળ્યા આ નેતા, વીડિયો થયો વાયરલ

પશ્ચિમ બંગાળમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓની નિવેદનબાજી તેજ બની રહી છે. આ જ કડીમાં ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જી મહિલા ધારાસભ્યના ગાલ ખેંચતા નજરે પડે છે. લોકેટ ચેટર્જીએ વીડિયો દ્વારા ટીએમસી પર હુમલો કર્યો કે શું આ મહિલા સશક્તિકરણ છે? વીડિયો […]

Top Stories India

પશ્ચિમ બંગાળમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓની નિવેદનબાજી તેજ બની રહી છે. આ જ કડીમાં ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જી મહિલા ધારાસભ્યના ગાલ ખેંચતા નજરે પડે છે. લોકેટ ચેટર્જીએ વીડિયો દ્વારા ટીએમસી પર હુમલો કર્યો કે શું આ મહિલા સશક્તિકરણ છે?

વીડિયો શેર કરતી વખતે લોકેટે લખ્યું, ‘ટીએમસી મહિલાઓને સશક્તિકરણ આપી રહી છે? તે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને બાંકુરાના આઉટગોઇંગ ધારાસભ્ય છે જેમને ટિકિટ ન મળતાં નિરાશ થયા હતા. શરમ આવે છે.

ટિકિટ વહેંચણીમાં મહિલાઓનો દબદબો

વિધાનસભા ચૂંટણી માટે ટીએમસીએ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ વખતે ચૂંટણીમાં ટીએમસીએ 50 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. બંગાળમાં 294 સીટો પર 27 માર્ચથી 8 તબક્કામાં ચૂંટણી થવા જઈ રહી છે.

ભાજપ અને ટીએમસીની લડાઈ

આ વખતે મુખ્ય લડાઈ ટીએમસી અને ભાજપની વચ્ચે છે. બન્ને પક્ષો એક બીજાની વિરુદ્ધ આ દિવસોમાં આક્રમક જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ ટીએમસી પર આક્રમક થઈ ગઈ છે.  ભાજપનું કહેવું છે કે રેપ, છેડતી જેવી ઘટનાઓમાં ગત 10 વર્ષોમાં જરાય ઘટાડો નથી થયો.