Surat News/ સુરતમાં લગ્નના એક જ વર્ષમાં પતિ-પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરતમાં પતિપત્નીએ લગ્નજીવનના એક જ વર્ષમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતના લગ્નના એક જ વર્ષમાં પતિ-પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પતિ-પત્ની બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. લગ્નના એક જ વર્ષમાં પતિ-પત્નીએ ગળે ફાંસો ખાધો હતો.

પોલીસ આત્મહત્યા પાછળના કારણો તપાસી રહી છે. આ આત્મહત્યા પાછળ કોઈ વ્યાજખોરની હેરાનગતિ છે અથવા તો સગાસંબંધીના લીધે મૃત્યુ થયું છે તેની સંભાવના પણ ચકાસી રહી છે. પોલીસે આ માટે મૃતકોના મોબાઇલ ફોન પણ કબ્જે લીધા છે. આ ઉપરાંત પોલીસે તેમના ફોન ફોરેન્સિકમાં મોકલી આપ્યા છે. તેના પરથી તેમને તેની વિગતો મળશે તેમ માનવામાં આવે છે.

આ પહેલા સુરતમાં અગાઉ જ બનેલા એક બનાવમાં ડિવોર્સી મહિલાએ ચાર વર્ષના બાળક સાથે આત્મહત્યા કરી લીધી હતી. મહિલાએ પોતાના ચાર વર્ષના પુત્રને ફાંસો આપીને આત્મહત્યા કરી લીધી હતી. સુરતના પોશ વિસ્તારમાં રહેતી ડિવોર્સી મહિલાએ ચાર વર્ષના પુત્ર શિવાય સાથે જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તરત જ દોડી આવ્યો હતો. પોલીસે માતાપુત્રના મૃતદેહને તરત જ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા. પોલીસે શરૂ કરેલી તપાસના પ્રાથમિક કારણોમાં પૂનમ શાહે ભૂતપૂર્વ પતિ કરણ શાહ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતા કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનું કહેવાય છે.


આ પણ વાંચો: સુરત કારોબારમાં નિષ્ફળતાના પગલે યુવકની આત્મહત્યા

આ પણ વાંચો: સુરતમાં કાપડના વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઇલ પીધુ

આ પણ વાંચો: આજે મારી ધીરજ ખૂટી ગઈ છે’, કહી મહિલાએ ફિનાઈલ પી લીધું, સુરતમાં પડોશીના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ