Surat News/ ‘આજે મારી ધીરજ ખૂટી ગઈ છે’, કહી મહિલાએ ફિનાઈલ પી લીધું, સુરતમાં પડોશીના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ

સુરત (Surat) ના પાસોદરામાં પડોશીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળી ૩૨ વર્ષીય મહિલાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. લસકાણા પોલીસે ૩ સામે ગુનો નોંધ્યો.

Top Stories Gujarat Surat
Surat Woman Suicide Attempt Poshodara

Surat Woman Suicide Attempt Poshodara: સુરતના પાસોદરામાં રહેતી એક મહિલાએ પડોશીઓના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. 32 વર્ષીય મહિલાએ ફિનાઈલ પી લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આત્મહત્યાના પ્રયાસ પહેલા મહિલાએ ફેસબુક/સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે પડોશીઓ દ્વારા આપવામાં આવતી ધમકીઓ અને ત્રાસની આપવીતી રડતા રડતા જણાવી હતી.

Surat: વીડિયોમાં મહિલાની આખરી વેદના

મહિલાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, “આજે મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે. છેલ્લા ૬ મહિનાથી બાજુમાં રહેતી અલ્પા ટાંક અને તેનો પરિવાર મને અને મારા પરિવારને સતત હેરાન કરી રહ્યા છે. હું સાવ કંટાળી ગઈ છું. જો મને કે મારા પરિવારને કંઈ પણ થશે, તો તેની જવાબદાર અલ્પા ટાંક અને તેનો ભાઈ નિલેશ પરમાર રહેશે.”

 સામાન્ય બાબતે શરૂ થયો હતો વિવાદ

મળતી માહિતી મુજબ, આ વિવાદની શરૂઆત આશરે છ મહિના પહેલા બિલ્ડિંગની લોબીમાં કચરો નાખવા જેવી સામાન્ય બાબતે થઈ હતી. પડોશી અલ્પાબેન અવારનવાર પોતાનો કચરો વાળીને મહિલાના ઘર પાસે નાખી દેતા હતા. જ્યારે મહિલાના પતિએ આ હરકતનો વીડિયો બનાવી બિલ્ડિંગના વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો.

Surat Woman Suicide Attempt Poshodara

 જાનથી મારી નાખવાની ધમકી

વીડિયો ગ્રુપમાં મૂક્યા બાદ અલ્પાબેનના ભાઈ નીલેશ પરમાર અને પતિ શૈલેષ ટાંક મહિલાના ઘરે ધસી આવ્યા હતા. આરોપ છે કે નીલેશે મહિલાને ધક્કો મારીને ધમકી આપી હતી કે, “તારા ટાંગા ભાંગી નાખીશ અને તને સગેવગે કરી દઈશ, તારા જેવા કેટલાય ભાડુઆત અહીંથી જતા રહ્યા છે.” આ સતત મળતી ધમકીઓ અને ગાળાગાળીથી કંટાળી મહિલાએ આખરે ફિનાઈલ પી લીધું હતું.

પોલીસે ત્રણ સામે નોંધ્યો ગુનો

ઘટનાની જાણ થતા જ મહિલાના પતિ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. લસકાણા પોલીસે આ મામલે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે અલ્પાબેન ટાંક, શૈલેષ ટાંક અને નીલેશ પરમાર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : સુરતમાં લોહિયાળ ખેલ! ‘આજે તો તને પતાવી જ નાખું’ કહી ડોક્ટર સહિત ત્રણ શખ્સોનો યુવક પર હથોડાથી હુમલો

આ પણ વાંચો :સુરતમાં ખાખી શર્મસાર! રાંદેરમાં હોમગાર્ડે પરિણીતા સાથે દુષ્કર્મ આચરી લાખોની લૂંટ ચલાવી

આ પણ વાંચો : સુરતના કાપોદ્રામાં પરિણીતા પર ગેંગરેપનો આરોપ, પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો