Not Set/ અમદાવાદના સોલામાં મોકાની જમીન વેચવાના નામે 41 કરોડની છેતરપિંડી

અમદાવાદના સોલામાં જમીન વેચવાના નામે 41 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. આના પગલે સોલા પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે ઇકોનોમિક ઓફેન્સ વિંગે ગુનામાં સપડાયેલા આરોપીઓની દરપકડ કરી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં જમીન વેચવાના બહાને કરોડોની ઠગાઈ (Fraud) કરવામાં આવી છે. અમદાવાદમાં સોલા વિસ્તારમાં જમીન વેચવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. અમદાવાદમાં સોલા (Sola)માં જમીન વેચવાના બહાને 41 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આંગડિયા પાસેથી રૂપિયા મેળવી લઈને પણ આરોપીઓએ જમીન આપી નથી. આરોપીઓએ જમીન માલિકના નામની ખોટી પહોંચ આપીને છેતરપિંડી આચરી હતી.

આટલો મોટો કાંડ થવાના પગલે અને કૌભાંડની જટિલતાના કારણે સોલા પોલીસે આ તપાસ ઇકોનોમિક ઓફેન્સ વિંગને સોંપી હતી. ઇકોનોમિક ઓફિસ વિંગે આરોપી મિતેશ, મૌક્ષા અને પ્રતિક પટેલની આ કૌભાંડમાં ધરપકડ કરી હતી.

આ જમીન કૌભાંડના આરોપીઓએ આંગડિયાના વેપારીને વિશ્વાસમાં લઈને મોકાની જમીનની લાલચ આપી હતી. આ સોદા પેટે વેપારી પાસેથી 41 કરોડ રૂપિયા પડાવ્યા હતા. તેમણે વેપારીનો વિશ્વાસ સંપાદન કરવા માટે તેને ખોટી પહોંચ પણ આપી હતી .

આ બતાવે છે કે અમદાવાદમાં રિયલ એસ્ટેટના માર્કેટમાં છેતરપિંડીના પ્રમાણમાં વધારો થયો છે. જમીન સસ્તામાં આપી દેવાથી લઈને પ્લોટ સસ્તામાં આપી દેવા વગેરે દ્વારા જાતજાતના કૌભાંડ જોવા મળે છે. આ સિવાય બોગસ દસ્તાવેજો બનાવીને જમીન પચાવી પાડવાના કૌભાંડ પણ જોવા મળે છે. ગુજરાતમાં જમીન મોંઘી છે અને તેના કારણે ભૂમાફિયાઓ સક્રિય છે. તાજેતરમાં જ 19 ભૂમાફિયાને તડીપાર કરવામાં આવ્યા તે તેનું સૌથી મોટું ઉદાહરણ છે.


આ પણ વાંચો: અમદાવાદમાં અજય મોદી ટ્રાવેલર્સના નામે ગ્રાહકો સાથે 33.67 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસના નામે APK ફાઈલનો ખેલ, ટ્રાફિક મેમોના બહાને વોટ્સએપ હેક કરી લાખોની લૂંટ

આ પણ વાંચો: સાયબર છેતરપિંડી રોકવા RBI અમદાવાદમાં એક્શન મોડમાં, Cyber Fraud થાય તો ‘1930’ પર તુરંત કરો કોલ