અમરેલી,
અમરેલી જાફરાબદના લૂણસાપુર નજીક લૂંટની ઘટના સામે આવી છે. કારમાં જતા વેપારી પાસેથી રૂપિયા 2 લાખથી વધૂની લૂંટ થઇ હતી. બે બાઇક ચાલકોએ કાર રોકીને લૂંટને અંજામ આપ્યો હતો. મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવવામાં આવી હતી. વેપારીને રાજૂલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે લૂંટારૂઓને પકડવા તજવીજ હાથધરી હતી.
