Ahmedabad News/ અમદાવાદમાં ભેળસેળીયા પનીર સામે મ્યુનિ.ની કાર્યવાહી

નીચી ગુણવત્તાનું અને ભેળસેળયુક્ત Paneer ઉપયોગમાં લેવાતું હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ભેળસેળીયા પનીર(Paneer) નો ઉપયોગ થતો હોવાની શંકાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં આવેલી 9 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

હોટલ-રેસ્ટોરન્ટોમાં લોકો મોટા પ્રમાણમાં પનીર (Paneer) વાળા વાનગીઓનું સેવન કરતા હોવાથી, કેટલાક સ્થળોએ એનાલોગ પનીર એટલે કે નીચી ગુણવત્તાનું અને ભેળસેળયુક્ત પનીર ઉપયોગમાં લેવાતું હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.

પનીર(Paneer) ની ગુણવત્તાની થશે વિગતવાર તપાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગના વડા ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે લેવામાં આવેલા નમૂનાઓમાં પનીર(Paneer) માં રહેલી ભેજ (મોઈસ્ચર), ચરબીનું પ્રમાણ, મિલ્ક સિવાયની ફેટ, વેજિટેબલ ફેટ તેમજ સ્ટાર્ચની હાજરી જેવી બાબતોની તપાસ કરવામાં આવશે.

NABL એક્રેડિટેડ લેબમાં તપાસ

આ તમામ પનીરના નમૂનાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની NABL એક્રેડિટેડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. આ તપાસનો રિપોર્ટ અઠવાડિયા થી 15 દિવસની અંદર મળશે.

અપ્રમાણિત નમૂનાઓ સામે કડક કાર્યવાહી

જો તપાસ દરમિયાન કોઈ નમૂનો અપ્રમાણિત જાહેર થશે, તો તેવા હોટલ અથવા રેસ્ટોરન્ટ સામે FSSAI એક્ટ-2006 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, તે હોટલ-રેસ્ટોરન્ટને પનીર સપ્લાય કરનાર એકમો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે ખોરાક લેતી વખતે સાવચેત રહે અને શંકાસ્પદ ગુણવત્તાના ખોરાકથી દૂર રહે.


આ પણ વાંચો : રાજકોટ:ભેળસેળયુક્ત પનીરનો જથ્થો ઝડપાયો હેલ્થ વિભાગની ટીમે જથ્થો ઝડપી પાડયો 1600 કિલો અખાધ જથ્થો ઝડપી પાડ્યો ભેળસેળયુક્ત જથ્થો

આ પણ વાંચો : ઉધના-પુણામાં નકલી પનીર અને ભેળસેળવાળા માવાનો મોટો જથ્થો જપ્ત

આ પણ વાંચો : સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં સુરભી ડેરી વિરુધ્ધ ગુનો નોંધાયો