IPL 2022/ આવી હોઈ શકે છે સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન,રાહુલ ત્રિપાઠી અને નિકોલસ પૂરન પર રહેશે નજર

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 26 માર્ચે રમાશે. બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોતાની પ્રથમ મેચ 29 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે રમશે

Top Stories Uncategorized Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 26 માર્ચે રમાશે. બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોતાની પ્રથમ મેચ 29 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે રમશે. આ પહેલા જાણી લો સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન.

રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરામ

સનરાઇઝર્સ હૈદરાબાદે રાહુલ ત્રિપાઠીને 8.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જયારે  ફ્રેન્ચાઇઝીએ એડન માર્કરામ માટે 2.60 કરોડ રૂપિયા ખર્ચ્યા. આ સિઝનમાં આ બંને બેટ્સમેન ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ પછી કેપ્ટન કેન વિલિયમસન ત્રીજા નંબર પર રમવા માટે તૈયાર છે. વિલિયમસનને હરાજી પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે રિટેન કર્યો હતો.

મિડલ ઓર્ડર

આ વખતે સનરાઇઝર્સ હૈદરાબાદે મિડલ ઓર્ડરને મજબૂત કરવા પર ખાસ ધ્યાન આપ્યું છે. ફ્રેન્ચાઇઝી પાસે નિકોલસ પૂરનના રૂપમાં મિડલ ઓર્ડરમાં શ્રેષ્ઠ બેટ્સમેન છે. આ સિવાય અબ્દુલ સમદ અને અભિષેક શર્મા પણ હાજર છે. બોલિંગ વિભાગની વાત કરીએ તો રોમારિયો સ્ટેફોર્ડ, માર્કો જેન્સન, ઉમરાન મલિક, ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન જેવા મજબૂત ખેલાડીઓ છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ સંભવિત પ્લેઈંગ ઈલેવન

રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, કેન વિલિયમસન, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, રોમારિયો સ્ટીફર્ડ/માર્કો જેન્સન, ઉમરાન મલિક, ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન.

સનરાઇઝર્સ હૈદરાબાદની સંપૂર્ણ ટીમ

આ ખેલાડીઓને ખરીદ્યાઃ નિકોલસ પૂરન રૂ. 10.75 કરોડમાં, વોશિંગ્ટન સુંદર રૂ. 8.75 કરોડ, રાહુલ ત્રિપાઠી રૂ. 8.50 કરોડ, ભુવનેશ્વર કુમાર રૂ. 4.20 કરોડ, ટી નટરાજન રૂ. 4 કરોડ, અભિષેક શર્મા રૂ. 6.50 કરોડ , કાર્તિક ત્યાગી રૂ. 4 કરોડ, ફઝલ હક ફારૂકી રૂ. 50 લાખ, ગ્લેન ફિલીપ્સ રૂ. 1.50 કરોડ, વિષ્ણુ વિનોદ રૂ. 50 લા), શશાંક સિંઘ રૂ. 20 લાખ, સૌરભ દુબે રૂ. 20 લાખ , રવિ કુમાર સમર્થ રૂ. 20 લાખ, સીન એબોટ રૂ. 2.40 કરોડ, રોમારીયો સ્ટીફર્ડ રૂ. 7.75 કરોડ, માર્કો જેન્સન રૂ. 4.20 કરોડ, એડન માર્કરામ રૂ. 2.60 કરોડ, જગદીશ સુચિત રૂ. 20 લાખ, શ્રેયસ ગોપાલ રૂ. 75 લાખ, પ્રિયમ ગર્ગ રૂ. 20 લાખ, કેન વિલિયમસન રૂ. 14 કરોડ, અબ્દુલ સમદ રૂ. 4 કરોડ, ઉમરાન મલિક રૂ. 4 કરોડ.