બનાસકાંઠા,
બનાસકાંઠાના પાલનપુરમાં એક યુવકના આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચાવી ગઈ હતી. પાલનપુરમાં ડોકટર હાઉસના ધાભા પરથી એક અજાણ્યા યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જો કે આ યુવાનને બચાવી લેવામા આવ્યા હતો.યુવાન નીચે કૂદ્યો તે સમયે લોકોએ નીચે કપડું રાખીને તેન બચાવ્યો હતો.સગાઈ તૂટી ગયા બાદ નિરાશ થયેલ યુવાને આત્મહત્યા કરવા માટે છલાંગ લગાવી હોવાની ચર્ચા લોકો કરી રહ્યા છે. નીચે કુદતા તેને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આપને જણાવી દઈએ કે પાલનપુરમાં આવલે ડોક્ટર હાઉસ ખાતેના ધાબા પર એક યુવાને નીચે ઝંપલાવ્યું હતું. જો કે, નીચે ઉભેલા લોકોએ એક નેટના સહારે યુવકને બચાવી લીધો હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર આ યુવકે સગાઈ તૂટી ગયા બાદ લાગી આવતા આ પગલું ભર્યું હતું. યુવક ડોક્ટર હાઉસ ઉપર આપઘાત કરવાના ઈરાદા સાથે ઉપર ચઢી ગયો હતો. યુવકના પિતાના જણાવ્યા પ્રમાણે તેના પુત્રની માનસિક હાલત સારી નથી. જોકે, સૂત્રો કહી રહ્યા છે કે સગાઈ તૂટી ગયા બાદ યુવક આપઘાતના વિચાર સાથે અહીં આવી પહોંચ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
