પીએમ મોદી 21 ઓક્ટોબરના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો લહેરાવવાના છે. અત્યાર સુધી 15 ઓગસ્ટે જ પીએમ ધ્વજારોહણ કરતા રહ્યા છે. આવું પહેલી વાર થવા જઈ રહ્યું છે કે, 21 ઓક્ટોબરે પણ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. ખુદ પીએમ મોદીએ આની જાહેરાત કરી છે. પીએમએ જણાવ્યું કે, લોકો આની આલોચના પણ કરશે, કદાચ મારા વાળ પણ ખેંચે.

પીએમએ જણાવ્યું કે, સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ વાળી આઝાદ હિન્દ સરકારની 75મી જયંતીના મોકા પર 21 ઓક્ટોબરે લાલ કિલ્લામાં આયોજિત થનારા ધ્વજારોહણ કાર્યક્રમમાં સામેલ થશે. ભાજપી કાર્યકર્તાઓ સાથે વિડિઓ સંવાદ દરમિયાન મોદીએ આ વાત કરી હતી. એમણે કહ્યું કે, કોંગ્રેસ દશકાઓથી જે શખ્સિયતોની ઉપેક્ષા કરી રહી છે, સરકાર એમના યોગદાનનો જશ્ન મનાવશે.

પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને લઈને કોંગ્રેસ દ્વારા એમની અને ગુજરાત સરકારની આલોચના કરવા બાબતે જવાબ આપતા કહ્યું કે, વિપક્ષ હકીકતમાં સરદારનું અપમાન કરી રહ્યું છે, કારણ કે દેશના પહેલા ગૃહ મંત્રીને લઇને એમનામાં તિરસ્કારની ભાવના રહી છે.
