સુરત,
સુરતમાં જહાંગીર પુરા વિસ્તારમાં આગ લાગી છે. માધવ પ્લેટિનિયમના સાતમા માળે આગ લાગી છે. આગના કારણે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
