Not Set/ ભૂલમાં કેબલ ટીવીનો કેબલ કાપતા સીસીટીવી ચાલુ જ રહી ગયા, અને ઉકેલાયો હત્યા નો ભેદ

નબીપુરના 80 વર્ષીય વૃદ્ધ મહંમદ ઉમરજી ગુમ થવાનો મામલે ઉછીના નાણા મુદ્દે મહિલાએ હનીટ્રેપમાં વૃદ્ધને ફસાવી હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. નબીપુર દસુકોલોનીના 80 વર્ષીય મહમદ ઉમરજી ચેતને ગામની જ સુમૈયા દાઉદ બાબુ પટેલને રૂા. 1.50 લાખ ઉછીના આપ્યા હતાં. આ રૂપિયા પરત આપવા માટે સુમૈયાની બહેનપણી સુફિયા અજીજ અબ્દુલ વોરા પટેલે ગત 30 […]

Gujarat Surat

નબીપુરના 80 વર્ષીય વૃદ્ધ મહંમદ ઉમરજી ગુમ થવાનો મામલે ઉછીના નાણા મુદ્દે મહિલાએ હનીટ્રેપમાં વૃદ્ધને ફસાવી હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે.

નબીપુર દસુકોલોનીના 80 વર્ષીય મહમદ ઉમરજી ચેતને ગામની જ સુમૈયા દાઉદ બાબુ પટેલને રૂા. 1.50 લાખ ઉછીના આપ્યા હતાં. આ રૂપિયા પરત આપવા માટે સુમૈયાની બહેનપણી સુફિયા અજીજ અબ્દુલ વોરા પટેલે ગત 30 જાન્યુઆરીએ વૃદ્ધને ફોન કરી સુમૈયાના ઘરે બોલાવ્યા હતાં. વૃદ્ધ બપોરે 11:59 કલાકે પહોંચતા સુફીયાએ તેમને લલચાવી ઘરની પાછળ આવેલી ગેલરીમાં જવાનો ઇશારો કર્યો હતો.

વૃદ્ધ ગેલેરીમાં જતાં સુમૈયાએ ઘરની બહાર નીકળી રેકી કરતાં તેના સાગરિત મહેબુબ ઇબ્રાહીમ દીવાન (રીક્ષાવાળો) ને ઘરમાં બોલાવી લીધો હતો. દરમિયાન સૂફિયાએ ગેલરીમાં જઇ વૃદ્ધના કપડાં કાઢી લઇ તેમને બાથ ભરી લીધી હતી. ત્યારબાદ ઘરમાં સંતાઇ રહેલા મહેબૂબે વાયર વડે વૃદ્ધનું ગળુ દબાવી ઠંડે કલેજે હત્યા કરી હતી. હત્યા બાદ તેમની લાશ ધાબળામાં વીંટી કારની ડીકીમાં નાખી ઇંટોલા નજીક આવેલા ઠીકરિયા બ્રિજ પર લઇ જઇ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધી હતી.

પુત્ર મકબૂલ ચેતને પિતા ગુમ થયા અંગે બીજા દિવસે પોલીસને જાણ કરી હતી. પોલીસે ૪ દિવસ સુધી નદીમાં શોધખોળ કર્યા બાદ પણ લાશનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જોકે, સુમૈયાના ઘરના સીસીટીવી ફૂટેજમાં હત્યાની કડી મળતાં નબીપુર પોલીસે 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધ્યો હતો. અલબત્ત, વૃદ્ધની લાશનો હજુ કોઇ પત્તો મળ્યો નથી.

હત્યાના કારસાને અંજામ આપનાર સુફિયા તેમજ તેના સાગરિતોને ઘરે સીસીટીવી લગાવેલાં હોવાનો અંદાજો હોઇ તેમણે ઘટના પહેલાં સીસીટીવીનો કેબલ કાપ્યો હતો. પરંતુ ભુલથી સીસીટીવીના બદલે કેબલ ટીવીનો કેબલ કાપતા સીસીટીવી ચાલુ જ રહી ગયા હતા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.