Dahod News/ દાહોદમાં પેટ્રોલ પમ્પ પર મોડી રાતથી લાઇનો

દાહોદમાં પેટ્રોલ-ડીઝલને લઈને પેટ્રોલ પમ્પો પર મોડી રાતથી લાઇનો લાગી ગઈ છે. મંગળવાર બપોર છતાં પણ લાઇનો ખતમ થઈ ન હતી. સરકાર વારંવાર જણાવી રહી છે કે પૂરતા પ્રમાણમાં પુરવઠો છે પરંતુ લોકો સતત લાઇન લગાવી રહ્યા છે.

Top Stories Gujarat Others Breaking News

Dahod News:  દાહોદમાં દેવગઢ બારીયાના પેટ્રોલ પમ્પ (Petrol Pump) પર મોડી રાતથી લાઇનો લાગી હતી. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ભરાવવા માટે લોકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. ખોટી અફવાઓના પગલે વાહનચાલકોમાં દોડધામ મચી હતી. કલાકોના કલાકો સુધી વાહનચાલકો લાઇનોમાં જોવા મળ્યા હતા. લોકોએ અફવાઓને સાચી માની લેતા તેમની જ હાડમારીમાં વધારો થયો છે.

પેટ્રોલ પમ્પ (Petrol Pump) પર લાંબી લાઇનો

નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ  મોના ખાંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો (Petrol-Diesel)જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં પૂરતો ઇંધણનો ‘બફર સ્ટોક’ પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી.

અમુક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલ(Petrol-Diesel)ની અછત હોવાના સમાચાર માત્ર અફવા છે. આ ઉપરાંત જો કોઈ ડીલર પાસે જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરશે, તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

IOCના એક્ઝિક્યુટિવનો ડાયરેક્ટરનો પુરવઠાની અછત ન હોવાનો દાવો

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન-IOCLના સ્ટેટ નોડલ ઓફિસર અને એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર સંજીવ બહેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ પેટ્રોલ-ડીઝલના ડેપો અને ટર્મિનલ્સમાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી ઇન્વેન્ટરી ઉપલબ્ધ છે. જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી અને ગમે ત્યારે જોઈએ તેટલું ઈંધણ મળી રહેશે.

ભારતના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટે કહ્યું હતું કે, ઓઈલ કંપનીઓએ સપ્લાયના કલાકો વધાર્યા છે અને જથ્થામાં પણ વધારો કર્યો છે. વધુમાં, સોશિયલ મીડિયામાં આવતા ખોટા મેસેજ કે અફવાઓથી દોરાઈને પંપ પર ભીડ ન કરવી જોઈએ. ગુજરાતમાં ઇંધણની કોઈ જ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ રહેશે નહીં.


આ પણ વાંચો : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો, હર્ષ સંઘવીની અફવા ન ફેલાવવા અને અને સંગ્રહખોરી ન કરવા અપીલ

આ પણ વાંચો : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો કકળાટ! કંપનીઓએ સપ્લાયમાં 50% કાપ મૂકતા અનેક શહેરોમાં પંપો બંધ

આ પણ વાંચો : રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની તંગી, IOC અને નાયરાના પંપો પર જથ્થો ખૂટતા વાહનચાલકો પરેશાન