international news/ યમનના દરિયા કિનારે ભારતીય જહાજ પર હુમલો: જહાજ ડૂબ્યું, 13 ભારતીયો સહિત તમામ 14 ક્રૂ સભ્યો સુરક્ષિત બચાવાયા

Yemen Indian Ship Attack: યમનના દરિયા કિનારે ભારતીય જહાજ પર હુમલો થતાં જહાજ ડૂબી ગયું. યમન કોસ્ટ ગાર્ડે 13 ભારતીયો સહિત તમામ 14 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી મોખા બંદરે પહોંચાડ્યા.

Top Stories international World Breaking News
Yemen Indian Ship Attack: 14 ક્રૂ સભ્યો સુરક્ષિત બચાવાયા

International News: યમનના દરિયા કિનારે ભારતીય જહાજ પર હુમલો (Yemen Indian Ship Attack) થતાં સમુદ્રી સુરક્ષાને લઈને ફરી ચિંતા ઊભી થઈ છે. હુમલા બાદ જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. જોકે, રાહતની વાત એ રહી કે જહાજમાં સવાર 13 ભારતીયો સહિત તમામ 14 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

Yemen Indian Ship Attack: હુમલા બાદ જહાજ દરિયામાં ડૂબી ગયું

મળતી માહિતી અનુસાર, યમનના દરિયાકાંઠા નજીક ભારતીય જહાજ પર હુમલો (Yemen Coast Attack) કરવામાં આવ્યો હતો. હુમલાના કારણે જહાજને ભારે નુકસાન પહોંચ્યું અને બાદમાં તે દરિયામાં ડૂબી ગયું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

યમન કોસ્ટ ગાર્ડે ચલાવ્યું રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની માહિતી મળતાં જ યમન કોસ્ટ ગાર્ડે તાત્કાલિક બચાવ અભિયાન હાથ ધર્યું હતું. બચાવ ટીમે જહાજમાં (Indian Vessel Attack) ફસાયેલા તમામ 14 ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા અને તેમને મોખા (Mocha) બંદરે પહોંચાડ્યા.

13 ભારતીયો સહિત તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત

બચાવાયેલા કુલ 14 ક્રૂ સભ્યોમાં 13 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. તમામ સભ્યો સુરક્ષિત હોવાનું જણાવાયું છે અને કોઈ જાનહાનિ થઈ નથી. હુમલાની ઘટના બાદ સંબંધિત એજન્સીઓ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.હુમલો કોણે કર્યો અને તેના પાછળનું કારણ શું હતું તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. દરિયાઈ સુરક્ષા એજન્સીઓ અને સંબંધિત અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. ભારતીય ક્રૂ સભ્યોની સુરક્ષા અને જરૂરી સહાય માટે સંબંધિત સત્તાવાળાઓ પણ સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચો: ઇન્ડોનેશિયામાં ફેરીમાં આગ લાગતા 5નાં મોત, 41 લાપતા; રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

આ પણ વાંચો: ચાબહાર પોર્ટ પર સંકટ: ભારત માટે વ્યૂહાત્મક અને આર્થિક પડકાર વધ્યો, નિષ્ણાતોની ચેતવણી

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં મોટી દુર્ઘટના! દરિયાઈ ખાણમાં અથડાતા તેલ ટેન્કરમાં વિસ્ફોટ