Junagadh News/ ભાવનગરના પાલીતાણા પંથકમાં સિંહનો આતંક! ટોડી ગામે પશુપાલક પર હુમલો

Palitana Lion Attack: ભાવનગરના પાલીતાણા તાલુકાના ટોડી ગામે ગાયો ચરાવતા પશુપાલક પર સિંહે હુમલો કરતાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.

Top Stories Gujarat Others
Palitana Lion Attack: પશુપાલકને બનાવ્યો શિકાર

Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં સિંહોની વધતી અવરજવર વચ્ચે વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. પાલીતાણાના ટોડી ગામના (Todi Village) સીમ વિસ્તારમાં ગાયો ચરાવી રહેલા એક પશુપાલક પર અચાનક (Palitana Lion Attack) સિંહે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

Palitana Lion Attack: ગાયો ચરાવતા સમયે સિંહે કર્યો જીવલેણ હુમલો

ટોડી ગામના સીમાડામાં પશુપાલક વિજય બલિયા ગાયો ચરાવી રહ્યા હતા ત્યારે અચાનક સિંહે તેમના પર હુમલો (Lion Attacks Cattle Herder)કર્યો હતો. અણધાર્યા હુમલાથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

વિજય બલિયાને ગંભીર ઈજાઓ, ખાનગી હોસ્પિટલમાં સારવાર

સિંહના હુમલામાં વિજય બલિયાના શરીરના વિવિધ ભાગોમાં પંજા અને દાંતના કારણે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ

પાલીતાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર (Gir Lion Movement) અને હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે પશુપાલકો અને ખેડૂતોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુ ચરાવવા જતાં લોકોમાં અસુરક્ષાની લાગણી વધી છે.

વન વિભાગ પાસે કડક પગલાં લેવાની માંગ

સ્થાનિક લોકોએ વન વિભાગને સિંહોની અવરજવર પર સતત નજર રાખવા, પેટ્રોલિંગ વધારવા અને ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માંગ કરી છે. સાથે જ માનવ-વન્યજીવ સંઘર્ષની આવી ઘટનાઓ અટકાવવા કાયમી અને અસરકારક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.


આ પણ વાંચો: વાઇલ્ડલાઇફ પાર્કમાં રક્ષક પર જ સિંહનો હુમલો, 35 વર્ષીય કેરટેકરનું એક ભૂલના કારણે થયું મોત

આ પણ વાંચો: ભાવનગરમાં મહુવાના બેડા ગામે સિંહનો હુમલો, બેડા ગામે 2 વ્યક્તિ ઉપર સિંહનો હુમલો, સિંહે ગામમાં ઘુસી લોકો પર કર્યો હુમલો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

આ પણ વાંચો: પાલિતાણામાં માલધારી પર સિંહનો જીવલેણ હુમલો, LIVE VIDEO વાયરલ થતાં મચી ચકચાર