Breaking News:ભુજ (Bhuj) માં સંસ્કાર કોલેજ નજીક કોલેજ પાસે બનેલી ઘટનામાં વિદ્યાર્થી (Student) નું મોત નિપજ્યું છે.આપને જણાવી દઈએ એક યુવકે BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી અને તેના મિત્ર પર ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે, જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ ચાકુના ઘા વાગ્યા છે. બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે વિદ્યાર્થીનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. હુમલો કરનાર યુવક પોતાનું બાઇક અને ચાકુ ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી મોડી રાત્રે પશ્ચિમ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં મોહિત મૂળજીભાઈ સિધપુરા ઉંમર વર્ષ 22 રહે ગાંધીધામ ભારત નગરને રાઉન્ડઅપ કરી લીધો હતો. આ ઘટનાએ સંસ્કાર કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાવ્યો છે. દુર્ઘટનામાં કમનસીબે બીસીએમાં અભ્યાસ કરતી યુવતી રાત્રે 2.30 વાગે ખાનગી હોસ્પિટલ ખાતે દમ તોડ્યો હતો.
આરોપી મોહિત મૂળજીભાઈ સિદ્ધપુરા ગાંધીધામના પડોશમાં રહેતો હતો. છોકરો અને છોકરી બંને પ્રેમ સંબંધમાં હતા. તાજેતરમાં જ છોકરીએ સંબંધ તોડી નાખ્યો અને ભુજમાં અભ્યાસ ચાલુ રાખ્યો. મોહિતે ગઈકાલે સાક્ષીને ફોન કર્યો અને તેને અભ્યાસ છોડીને ગાંધીધામ પરત ફરવા દબાણ કર્યું. છોકરીએ આ સમગ્ર મામલો તેની માતાને જણાવ્યું, ત્યારબાદ છોકરીએ મોહિત સાથેનો સંપર્ક તોડી નાખ્યો અને તેને બ્લોક કરી દીધો.
ગુસ્સે થઈને મોહિત અને તેનો મિત્ર જયેશ ઠાકોર છોકરીને મળવા બાઇક પર ભુજ આવ્યા. આ દરમિયાન સાક્ષી અને મોહિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેના પછી મોહિત ગુસ્સે થઈ ગયો અને સાક્ષી અને જયેશ પર છરીથી હુમલો કર્યો. બંને ઘાયલ થયા અને તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મોડી રાત્રે છોકરીનું મોત નીપજ્યું અને ઘટના હત્યામાં ફેરવાઈ ગઈ.
આ અંગે ભુજના ડીએસપી આર.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે પીડિત સાક્ષી અને આરોપી મોહિત બંને આદિપુરમાં એક જ વિસ્તારમાં રહે છે. તેઓ પ્રેમ સંબંધમાં હતા. ગઈકાલે મોહિતે સાક્ષીને આદિપુર પાછા ફરવાનું કહ્યું હતું, જેનો સાક્ષીએ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે હવે તેની સાથે વાત કરવા માંગતી નથી. બાદમાં સાક્ષીએ તેની માતાને કહ્યું, જેમણે સાક્ષીને તેનો ફોન બ્લોક કરવાનું કહ્યું. જ્યારે સાક્ષીએ તેના મોબાઇલ પર આરોપીનો ફોન નંબર બ્લોક કર્યો, ત્યારે આરોપી મિતેશ તેના મિત્ર જયેશ ઠાકોર સાથે બાઇક પર ભુજની સંસ્કાર કોલેજ પહોંચ્યો, જ્યાં તે સાક્ષીને મળ્યો અને પૂછ્યું કે તેણે મારો ફોન કેમ બ્લોક કર્યો. જ્યારે સાક્ષીએ પૂછ્યું કે તેણે મારો ફોન કેમ બ્લોક કર્યો, ત્યારે સાક્ષીએ કહ્યું કે તે તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. આરોપી ઉશ્કેરાઈ ગયો અને છોકરી અને તેના મિત્ર પર છરી મારી અને ભાગી ગયો. સારવાર દરમિયાન છોકરીનું મૃત્યુ થયું.
આ ઘટના ગુજરાતમાં ખાસ કરીને ભુજ જેવા શાંત શહેરમાં અસામાન્ય છે અને તેના કારણે સ્થાનિક સમુદાયમાં ચિંતા વધી છે. આવી ઘટનાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
આ પહેલીવાર નથી જયારે આવું બન્યું હોય આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે, સુરતના કામરેજના પાસોદરામાં 12 ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી અને ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વિડીયો વાયરલ થયા હતા. જો કે પોલીસે આરોપી ફેનિલ ગોયાણીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતા આરોપી ફેનિલ ગોયાણીને 5 મેં 2022ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. અને તે સમયે જ જજે કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ હતો.
બીજી ઘટના તારીખ 9 ઓગસ્ટ 2024 ના રોજ ઝોન ત્રણ વિસ્તારના મહીધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વસ્તાદેવડી રોડ શાંતિનિકેતન સોસાયટીની સામે સવારે 8:30 એક બનાવ બનવા પામેલ હતો. જેમાં એક યુવતી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તે થી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીઝ નો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો. આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે યુવતી હતી એના ગળા ઉપર મૂકીને ધમકી આપી હતી કે કોઈપણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ. પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશે જે શાંતિનિકેતન સોસાયટીની આસપાસ રહે છે. તેમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા યુવતીને છોડી દીધી હતી જેથી યુવતી ભાગી ગઈ હતી. પરંતુ દીપુન જેના સાથે જપાજપી કરતા એના હાથમાં રહેલી બ્લેડ ચિંતનભાઈ હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર 15 ટાંક આવેલા છે. તો પોલીસને જ્યારે ખબર પડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મહિધરપુરા પોલીસેની ટીમે તપાસ હાથ ધરી રેલ્વે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી દીપુન ઘટનાને અંજામ આપી ઓરિસ્સા ભાગી જવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ભરચક વિસ્તારમાં અને પોલીસ સ્ટેશનથી માત્ર નજીવા અંતરમાં જ બે સંતાનની માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. લોકો આરોપીને પકડે તે પહેલાં જ આરોપી મહિલા ઉપર ઉપરાછાપરી છરીના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો પહેલા તો ડરી ગયા હતા. પણ બાદમાં હત્યારાની સામે પડતાં હત્યારો આશાને રહેસી નાખી ત્યાંથી ચાલ્યો ગયો હતો. બનાવ બાદ વિધિની વક્રતા પણ એટલી હતી કે મહિલાની લાશને એમ્બ્યુલન્સ ન આવતા ટેમ્પામાં લઈ જવાની ફરજ પડી હતી.
CCTVમાં જોવાતા સમય પ્રમાણે બપોરે 4 વાગ્યાને 54 મિનિટે આ હત્યા થઇ છે. મળતી માહિતી મુજબ પ્રેમમાં ઝનૂન સવાર થતાં નિરવે આશાની હત્યા કરી નાંખી. માધુપુરામાં જયારે નિરવે આશા પર હુમલો કર્યો ત્યારે આસપાસના લોકો સ્તબ્ધ થઇ ગયા. નિરવની હેવાનિયત સામે લોકોના શ્વાસ થંભી ગયા. આશાને બચાવવા શું કરવું તેનો પણ વિચાર કોઇને ન આવ્યો. લોકો નિરવની ક્રૂરતા જોઇને કાંપતા કાંપતા દૂર ચાલ્યા ગયા. રીતસરનો પોતાનો જ જીવ બચાવવા લોકો ત્યાંથી ખસી ગયા. CCTVમાં જોઇ શકાય છે. નિરવે કરેલા અચાનક હુમલા બાદ લોકોમાં અફરાતફરી જોવા મળી. આ ઘટના સાથે જોડાયેલી સૌથી મોટી વાત એ છે કે જ્યા આશાની હત્યા કરી દેવાઇ ત્યાંથી પોલીસ સ્ટેશન 100 મીટર દૂર જ છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સ્કૂલમાં હત્યાના બનાવ બાદ ભુજમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે પંચ અને કડા વડે લોહિયાળ જંગ
આ પણ વાંચો:ભુજના રૂદ્રમાતા નજીક નોખાણીયા ફિલ્ડ બટ ખાતે 8 દિવસ સુધી ફાયરિંગ પ્રેક્ટીસ
આ પણ વાંચો:કચ્છમાં દારૂના નશામાં બેફામ નબીરાનો આતંક, માંડવી-ભુજ રોડ પર ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત
