Valsad News: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર વલસાડ દ્વારા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે નેશનલ સ્પોર્ટસ ડે તથા સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલનો વલસાડના લોકસભાના દંડક અને સાંસદ ધવલભાઇ પટેલે સંસ્કાર કેન્દ્ર વલસાડ ખાતે શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઇ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, અને જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદએ વલસાડના અન્ડર 19 આંતરાષ્ટ્રીય ક્રિકેટર હેમિલ પટેલ, તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સિલ્વર મેડલ સ્ટ્રેથ લિફટીંગ એન્ડ ઇન્કલાઇન બેંચ પ્રેસ ચેમ્પિયનશિપ 2025 યઝદી ચિનોઇનું સન્માન કર્યુ હતું.

ભારત દેશના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મદિનને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્પોર્ટસ ડે તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એમ વલસાડ સાંસદ ધવલભાઇ પટેલે જણાવ્યું હતું. સાંસદએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન સ્કૂલ, કોલેજોના વિદ્યાર્થીઓને તેમના ભણતરની સાથોસાથ સ્પોર્ટસને મહત્વ આપ્યુ હતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદ્યાર્થીઓમાં રહેલી સુષપ્ત શકિતઓને બહાર લાવવા માટે રમતગમતને પ્રોત્સાહન આપી ખેલશે ગુજરાત, રમશે ગુજરાત જેવી પ્રતિયોગિતાઓ શરૂ કરી. ખેલશે ગુજરાત રમશે ગુજરાતના માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓને શાળાકક્ષાએથી જ તેમના ભણતરની સાથોસાથ રમતગમત પ્રત્યે પ્રેરિત કરી તેમનામાં રહેલી શકિતને બહાર લાવવા માટે ગ્રામ્યસ્તરે, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજયકક્ષાએ જુદી જુદી રમતોની સ્પર્ધાઓ દ્વારા ખેલાડીઓને સ્પોર્ટસ ક્ષેત્રે કારર્કિદી બનાવવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડયું છે.

સાંસદએ જણાવ્યું હતું કે, ડાંગના એથલેટિકસ સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિંતની પણ સહાય લઇને વલસાડ અને ડાંગના રમતવીરોને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવશે.
સાંસદ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મેજર ધ્યાનચંદજીના જન્મદિને દેશના સાંસદો પોતાના મતવિસ્તારમાં જુદી જુદી રમતો ઉપરાંત સ્થાનિક રમતોના ખેલાડીઓને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલની દેશમાં આજે એકસાથે શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલમાં એથલેટીકસ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ, ટેબલટેનીસ, બેડમિન્ટન, સ્વીમીંગ, સ્કેટીંગ, સાયકલિંગ જેવી જુદી જુદી રમતો માટે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ફીટ ઇન્ડિયા(FIT INDIA)ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્મા, વલસાડ પ્રાંત અધિકારી વિમલભાઇ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી વળવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હેમાલીબેન જોશી, જિલ્લાના સ્પોર્ટસ કોચ અલ્કેશભાઇ પટેલ તથા સ્કુલ અને કોલેજોના વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.

રજીસ્ટ્રેશન લીંક www.sansadkhelmahotsav.in દ્વારા તા. 29 મી ઓગસ્ટ થી તા. 22 મી સપ્ટેમ્બર સુધી કરી શકાશે
ભારત સરકાર દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા(વલસાડ- ડાંગ) ના પોર્ટલમાં તા. 29 મી ઓગસ્ટ થી રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને તા. 22 મી સપ્ટેમ્બર થી દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ તા. 25મી ડિસેમ્બર સુશાસન દિવસે સમાપન કરવામાં આવશે. આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટેની લીંક:- www.sansadkhelmahotsav.in અને યોજાનાર રમતોની વિગતો નીચે મુજબ છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વર ખાતે ‘76મો વન મહોત્સવ’ યોજાશે
