Bhuj News : ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલી નોખાણીયા ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે તા. ૦7, 12, 14, 19, 21, 26 અને 28 ઓગસ્ટ, 2025એમ કુલ 08 દિવસ સુધી 607 ગરૂડ ફ્લાઈટના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફાયરિંગ પ્રેક્ટીસ યોજવામાં આવનારી છે.
જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ
આ પણ વાંચો:સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા
