Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોળકા (Dholka) તાલુકાના કેલીયા વાસણા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ હિરલ હિતેન્દ્ર પટેલને આગામી 26મી જાન્યુઆરી-2025ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે દિલ્હી ખાતે યોજનાર સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર (Special Guest Visitor) તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યું છે. જેના લીધે અમદાવાદ જિલ્લા સહિત ધોળકા તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી સાથે મહિલા સરપંચ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.
ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ હિરલબેન હિતેન્દ્રભાઇ પટેલ ગ્રામ પંચાયતનો સુંદર વહીવટ કરી રહ્યાં છે. આ ગામમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી. આ સમસ્યાના નિવારણ માટે સરકારની વાસ્મો અંતર્ગત ‘નલ સે જલ’ (Nal Se jal Yojana) યોજનામાંથી ગ્રાન્ટ મંજૂર થતાં JJMમાં યોજના અંતર્ગત ગામમાં આશરે 4000 જેટલી પાઇપ લાઇન નાખી અને જેમાં સરપંચ દ્વારા જાતે જ સુપરવિઝનની કામગીરી કરી બે ઊંચી ટાંકી મંજૂર કરાવી.
આમ, છેવાડાનાં ઘરો સુધી પૂરતા પ્રેશરથી પાણી વિતરણ કરવા માટે કરવામાં આવેલી આ પહેલ દ્વારા છ વાલ્વના બે વિસ્તારમાં અલગ હેડર કરી, વાલ્વ સિસ્ટમથી ગામમાં એક સમાન ધોરણે પાણીનું વિતરણ કરવામાં આવે છે.

આ મહિલા સરપંચએ પોતાની આગવી કોઠાસૂઝના પરિણામે સુંદર કામગીરી બજાવી, ગામના છેવાડાનાં ઘરો સુધી નળ દ્વારા દિવસ દરમ્યાન પાણી પહોંચાડવામાં સફળતા મેળવી છે. જે વિશિષ્ટ કામગીરીની નોંધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે લઈ આ સુંદર કામગીરી બદલ મહિલા સરપંચને આગામી 26મી જાન્યુઆરી-2025ના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની (Republic Day) ઉજવણી સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમારોહમાં હાજર રહેવા ગુજરાત રાજ્યના માત્ર ચાર જિલ્લા-કચ્છ, અમદાવાદ, નવસારી અને સુરત જિલ્લાની મહિલા સરપંચોને જ આમંત્રણ મળ્યું છે, જેમાં ધોળકા તાલુકાનાં મહિલા સરપંચ હિરલને પણ જલ શક્તિ અને રક્ષા મંત્રાલય દ્વારા દિલ્હી ખાતેથી આમંત્રણ મળ્યું છે.
આ મહિલા સરપંચએ ગ્રામજનોને પીવાના પાણી માટે કરેલી કામગીરીની નોંધ છેક દિલ્હી સુધી લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકારના જળ સંપત્તિ અને રક્ષા મંત્રાલય સહિત કેબિનેટ મંત્રી, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, વાસ્મો-અમદાવાદનાં યુનિટ મેનેજર રાજદેવ જે. બ્રહ્મભટ્ટ તથા જિલ્લા સંયોજક ભીખા રબારીનો ગ્રામજનો વતી આભાર માની આવનારા દિવસોમાં પણ આ યોજનાને વધુ ગતિશીલ બનાવવાની ખાતરી આપી હતી.
@મુકેશ ધલવાણીયા
આ પણ વાંચો:રાજ્યના 2 મહિલા સરપંચોને દિલ્હીમાં પ્રજાસત્તાકની ઉજવણીમાં ગેસ્ટ તરીકે નિમંત્રણ
આ પણ વાંચો:બાવળ કાપવાની મંજુરી માટે 80 હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા
આ પણ વાંચો:મહિલા સરપંચને બોલાવો, અમને પણ થોડી ફીલિંગ આવશે …’, ભાજપના ધારાસભ્ય સતપાલ જાંબાના બગડ્યા બોલ
