Not Set/ અમદાવાદ: એક્ટિવા, કાર અને BRTS વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

અમદાવાદ, અમદાવાદના શાસ્ત્રીનગર પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એક્ટિવા, કાર અને BRTS વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. આ અકસ્માત પલ્લવ ચાર […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના શાસ્ત્રીનગર પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એક્ટિવા, કાર અને BRTS વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા.

જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

આ અકસ્માત પલ્લવ ચાર રસ્તા પાસે BRTS-કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયો છે. બીઆરટીએસ બસના ચાલક સામે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બસના ચાલકે એક્ટિવાને ટક્કર મારી અને બાદમાં કારને પણ ટક્કર વાગી હતી. જેના પગલે પોલીસે બસ ચાલકની અટકાયત કરી છે.

આ અકસ્માત સમયે હાજર ત્યાં લોકોનું માનીએ તો બીઆરટીએસનો ચાલક નશાની હાલતમાં હતો. જેના કારણે આ બનાવ બન્યો છે.

ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી