અમદાવાદ,
ટ્રાફીક નીયમોનુ ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. રોંગ સાઈડ, સીટ બેલ્ટ અને હેલ્મેટને લઇને કડક કાર્યવાહી હાથ ધરી છે.
હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવનારા ચાલકો સામે કાયદેસરનો ગુનો નોંધી આરટીઓ કચેરીમાં લઈ જઈ 3 મહીના માટે લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
છેલ્લા બે દીવસથી ચાલી રહેલી ટ્રાફિક ઝુંબેશમાં 34 જેટલા લાઈસન્સ રદ કરવામાં આવ્યા. જ્યાં સુધી વાહનચાલકોમાં ટ્રાફિક અવેરનેશ નહી આવે ત્યા સુધી ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે.
આરટીઓ ઈન્સપેક્ટર એસ.પી મુનીયાએ જણાવ્યુ હતુ કે, જો વાહન ચાલક 3 થી વધુ વખત ભંગ કરતા પકડાશે તો તેમના લાઈસન્સ કાયમ માટે રદ કરી દેવામાં આવશે. આરટીઓ કચેરીના કર્મચારી જો હેલ્મેટ વગરના જણાશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા લોકોને ટ્રાફિક પોલીસ તરફથી ઈ-મેમો મોકલવામાં આવી રહ્યા છે. જોકે, મોટા ભાગના કેસમાં વાહનચાલકો ઈ-મેમોની રકમ ભરતા નથી. આના કારણે આરટીઓ ખાતે ઈ-મેમોનો ભરાવો થઈ ગયો છે.
આ માટે હવે ટ્રાફિક પોલીસને સ્થળ પર જ ઈ-મેમોની રકમ વસૂલ કરવાનો આદેશ કરાયો છે. આથી જો હવે તમે કોઈ ટ્રાફિકના નિયમનો ભંગ કરતા જણાશો ત્યારે ભૂતકાળમાં કોઈ ઈ-મેમો મળ્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
જો ભૂતકાળની રકમ બાકી હશે તો ટ્રાફિક પોલીસ તે રકમ સ્થળ પર જ વસૂલ કરશે. આ રકમ ભરવામાં અસમર્થ રહેશો તો પોલીસ વાહન જપ્ત કરવા સુધીના પગલાં લેશે.
આરટીઓ ઇન્સ્પેક્ટરો દંડ ફટકારી કાર્યવાહી કરશે. આ સ્પેશ્યલ ડ્રાઈવ માટે આરટીઓ કચેરીના દરવાજા પાસે 5 જેટલા ઈન્સ્પેક્ટરની ટીમ ગોઠવી દેવામાં આવી છે.
