US Murder Case/ અમેરિકામાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયર પર પત્નીની હત્યાનો આરોપ: મૃતદેહનો ફોટો ગર્લફ્રેન્ડને મોકલ્યો, જામીન માટે ₹47 કરોડ નક્કી

અમેરિકામાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયર પર પત્નીની હત્યા (Indian Engineer Murder Case)નો આરોપ, તપાસમાં ડિજિટલ પુરાવા અને કોલ રેકોર્ડ બન્યા મહત્વના પુરાવા.

Top Stories World Breaking News
Indian Engineer Murder Case: ભારતીય યુવક પર પત્નીની હત્યાનો આરોપ

US Murder Case: અમેરિકામાં રહેતા ભારતીય સોફ્ટવેર એન્જિનિયર અવિનાશ નાર્નેની પત્નીની હત્યાના કેસ (Indian Engineer Murder Case)માં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અવિનાશ પર પોતાની પત્ની રાજિતા સબ્બિનેનીનું ગળું દબાવીને હત્યા (Indian Engineer Murder Case) કરવાનો આરોપ છે. તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવા અને કોલ રેકોર્ડના આધારે લગભગ નવ મહિનાની તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આરોપી સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો કેસ નોંધ્યો છે. કોર્ટ દ્વારા તેના જામીન માટે 50 લાખ અમેરિકન ડોલર (આશરે ₹47 કરોડ)ની રકમ નક્કી કરવામાં આવી છે. જો આરોપ સાબિત થશે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે.

Indian Engineer Murder Case: લગ્નના પાંચ મહિના બાદ મળ્યો મૃતદેહ

તેલંગાણાના રહેવાસી 30 વર્ષીય અવિનાશ નાર્ને અને 27 વર્ષીય રાજિતા સબ્બિનેનીના લગ્ન 5 જૂન, 2025ના રોજ થયા હતા. લગ્નના લગભગ પાંચ મહિના બાદ, 27 ઓક્ટોબર, 2025ના રોજ અવિનાશે પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે તેની પત્ની બાથરૂમમાં બંધ છે અને દરવાજો ખોલી રહી નથી.પોલીસ સ્થળ પર પહોંચી દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે રાજિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં અવિનાશે દાવો કર્યો હતો કે તે થોડા સમય માટે ઘરની બહાર ગયો હતો અને પરત ફરતાં પત્ની બાથરૂમમાં બંધ મળી હતી.

સ્માર્ટ લોકના ડેટાથી ખુલ્યું રહસ્ય

તપાસ દરમિયાન પોલીસે એપાર્ટમેન્ટના સ્માર્ટ લોક અને સુરક્ષા સિસ્ટમનો ડેટા ચકાસ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે અવિનાશ ઘરની બહાર હોવાનો દાવો કરતો હતો તે દરમિયાન ફ્લેટમાં અન્ય કોઈ વ્યક્તિ પ્રવેશી નહોતી. આથી પોલીસે બહારના વ્યક્તિની સંડોવણીની શક્યતા નકારી કાઢી.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ રાજિતાનું મૃત્યુ ગળું દબાવવાના કારણે શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવ્યું હતું.

લગ્ન પછી પણ ગર્લફ્રેન્ડ સાથે સંપર્ક

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અવિનાશના ભારતમાં રહેતી એક મહિલા સાથે ઘણા વર્ષોથી પ્રેમ સંબંધ હતા. આ દરમિયાન તેણે રાજિતા સાથે અરેન્જ મેરેજ કર્યા હતા. તપાસ મુજબ, તે મહિલા લગ્ન સમારંભમાં પણ હાજર હતી અને લગ્ન પછી પણ બંને સતત સંપર્કમાં રહ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટનાના દિવસે અવિનાશે ગર્લફ્રેન્ડ સાથે અનેક વખત વાતચીત કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પત્નીના મૃત્યુના બીજા દિવસે મૃતદેહનો ફોટો ગર્લફ્રેન્ડ (Girlfriend )ને મોકલ્યો હોવાનું પણ સ્વીકાર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ચેટમાં સામે આવી મહત્વની માહિતી

તપાસ દરમિયાન પોલીસને દંપતી વચ્ચેની ચેટ પણ મળી હતી. તેમાં રાજિતાએ ઘણી વખત પતિ દ્વારા બનાવવામાં આવતા પીણાનો સ્વાદ કડવો લાગતો હોવાની ફરિયાદ કરી હતી. મૃત્યુના દિવસે પણ તેણે સ્મૂધીનો સ્વાદ દવા અથવા કફ સિરપ જેવો લાગતો હોવાનો મેસેજ કર્યો હતો.ઘટના સમયે અવિનાશે પોલીસને જણાવ્યું હતું કે પત્નીની તબિયત સારી નહોતી અને શક્ય છે કે તે બાથરૂમમાં પડી ગઈ હોય. જોકે, બાદમાં મળેલા ફોરેન્સિક અને ડિજિટલ પુરાવાના આધારે પોલીસે હત્યા (Indian Engineer Murder Case)ની દિશામાં તપાસ આગળ વધારી હતી.

લાંબી તપાસ બાદ ધરપકડ

રાજિતાના મૃત્યુ બાદ પોલીસે ઘણા મહિનાઓ સુધી ડિજિટલ ડેટા, કોલ ડિટેલ્સ અને અન્ય ફોરેન્સિક પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારબાદ જુલાઈ 2026માં અવિનાશની ફરી પૂછપરછ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ કેસની કાનૂની કાર્યવાહી ચાલુ છે અને અંતિમ ચુકાદો આવવાનો બાકી છે.


આ પણ વાંચો:સેક્સની માંગણી નકારતા યુવકે સોફ્ટવેર એન્જિનિયરની હત્યા કરી

આ પણ વાંચો:અમેરિકામાં ગુજરતી મહિલાની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા

આ પણ વાંચો:અમેરિકામાં ભણવાનું સપનું છે? પહેલા આ ભારતીય એન્જિનિયરની ચેતવણી વાંચો; કેમ કહ્યું – સપના ચકનાચૂર થઈ જશે