china news/ દક્ષિણ ચીનમાં ‘મેસાક’ નો મહાવિનાશ, ડેમ તૂટતા 26 ના મોત, મૃત્યુઆંક 39

દક્ષિણ ચીનમાં વાવાઝોડાના અને પૂરથી વિનાશ સર્જાયો છે. ડેમને નુકસાન થતાં સ્થિતિ વધુ ગંભીર બની છે. અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયા છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

World Breaking News
'Mesak' devastation in South China

World News: દક્ષિણ ચીનમાં  દરિયાઈ વાવાઝોડા ‘મેસાક’ ના  કારણે ભારે વરસાદ અને વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરોમાં નદીઓ છલકાઈ છે, જ્યારે બીજી તરફ ડેમને નુકસાન થતાં પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયા છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

દક્ષિણ ચીનમાં  ‘મેસાક’ નો મહાવિનાશ | ‘Mesak’ devastation in South China

દરિયાઈ વાવાઝોડા અને (Storm Maysak) ‘મેસાક’ ના પ્રભાવથી દક્ષિણ ચીનમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર ભયજનક સપાટીની ઉપર પહોંચી ગયું છે, જ્યારે અનેક વિસ્તારોમાં માર્ગો, રહેણાંક વિસ્તારો અને ખેતીને ભારે નુકસાન થયું છે.

ડેમને નુકસાનથી સ્થિતિ વધુ ગંભીર

ભારે વરસાદના કારણે એક ડેમને નુકસાન (Dam Collapse)થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. શહેરના ઉપપ્રમુખ (ડેપ્યુટી મેયર) ડિંગ વેઈએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મોટાભાગના મોત ગુઆંગ્શી વિસ્તારના નાનનીંગ શહેરમાં ડેમ તૂંટતાને કારણે થયા છે. ડેમ તૂટતા 26 લોકોના મોત થયા હતા.

39 લોકોનાં મોત, હજારોનું સ્થળાંતર

સત્તાવાર માહિતી મુજબ, આ આપત્તિમાં અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયા છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ

ચીનની ઇમરજન્સી સેવાઓ, બચાવ દળો અને સ્થાનિક પ્રશાસન સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી અને પરિવહન સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. સરકાર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને પુનર્વસન માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો:ચીનમાં મોતનો લાઈવ તાંડવ! હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ પણ એન્જિન ચાલુ રહેતાં પાયલટ લોહીલુહાણ

આ પણ વાંચો:રસોડામાં દેખાતા વંદા ચીનમાં રાતોરાત અબજોની કમાણી કેમ કરાવી રહ્યા છે? કારણ જાણીને ચોંકી જશો!

આ પણ વાંચો:ચીનના ગુઆંગ્શીમાં રહસ્યમય બ્લાસ્ટથી ભારે વિનાશ, અડધી રાત્રે 7 લોકોના મોતથી અરેરાટી