World News/ ચીનના ગુઆંગ્શીમાં રહસ્યમય બ્લાસ્ટથી ભારે વિનાશ, અડધી રાત્રે 7 લોકોના મોતથી અરેરાટી

ચીનના (China ) ગુઆંગ્શી પ્રાંતના શિંગઆન કાઉન્ટીમાં અડધી રાત્રે એક ભયાનક રહસ્યમય વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં 7 નાગરિકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે, વાંચો સંપૂર્ણ વિગતવાર અહેવાલ.

international Top Stories World
China

China Massive Blast 2026: ચીનના (China) દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુઆંગ્શી (Guangxi) પ્રાંતના શિંગઆન કાઉન્ટીમાંથી એક અત્યંત ભયાનક અને સનસનીખેજ દુર્ઘટના સામે આવી છે. અહીં આજે વહેલી સવારે એક જોરદાર ‘રહસ્યમય’ બ્લાસ્ટ થયો છે. આ પ્રચંડ અકસ્માતમાં અંદાજે 7 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 17 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ધમાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ધમાકાના પ્રચંડ કંપનને કારણે આસપાસની મજબૂત ઇમારતોના માળખાને ભારે નુકસાન થયું હતું અને આખા વિસ્તારમાં આફત તેમજ ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને હાઇ-લેવલ મેડિકલ ટીમ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાહત કામગીરી શરૂ કરી હતી.

China માં મોડી  રાત્રે સર્જાયો વિનાશ

સ્થાનિક વહીવટીતંત્રના સત્તાવાર અહેવાલ મુજબ, આ વિનાશક વિસ્ફોટ લિંગઝિયાંગ રોડ પર મધ્યરાત્રિએ આશરે 1:40 વાગ્યે થયો હતો, જ્યારે મોટાભાગના લોકો ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા:

કમાન્ડ સેન્ટર: ઘટનાની ભયાનકતા અને ગંભીરતાને જોઈને ચીની પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે ઓન-સાઇટ કમાન્ડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું.

સર્ચ ઓપરેશન: કાટમાળ નીચે કોઈ નાગરિક દબાયેલો (China ) ન રહે તે માટે બચાવ ટીમોએ સ્નિફર ડોગ્સની મદદથી સતત 4 વખત મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

ઘાયલોની સ્થિતિ: કાટમાળમાંથી ભારે જહેમત બાદ 17 ઘાયલ લોકોને બહાર કાઢીને નજીકની હાઈટેક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે તમામ ઘાયલોની તબીબી સ્થિતિ અત્યારે સ્થિર છે અને કોઈનો જીવ જોખમમાં નથી.

ગેસ પાઇપલાઇનની આશંકા નકારી કઢાઈ

શરૂઆતના તબક્કે સ્થાનિક મીડિયા અને નિષ્ણાતો દ્વારા એવા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે આ બ્લાસ્ટ રહેણાંક વિસ્તારની કોઈ મોટી અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં (China) લીકેજ અથવા તકનીકી ખામીના કારણે થયો હોઈ શકે છે. જોકે, ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ કર્યા બાદ સ્થાનિક ચાઈનીઝ અધિકારીઓ અને સેફ્ટી ઇન્સ્પેક્ટરોએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રચંડ ધમાકાને ગેસ પાઇપલાઇન સાથે કોઈ જ લેવાદેવા નથી.

ગેસ પાઇપલાઇનની શક્યતા સંપૂર્ણપણે નકારવામાં આવ્યા બાદ હવે આ ધમાકો કઈ પ્રતિબંધિત વસ્તુ કે કેમિકલના કારણે થયો, તે રહસ્ય હજુ સુધી અકબંધ છે. હાલમાં ચાઈનીઝ મિલિટરીના કેમિકલ અને સ્ટેટ ફોરેન્સિક એક્સપર્ટની ખાસ ટીમો ઘટનાસ્થળેથી પુરાવા અને સેમ્પલ એકઠા કરી રહી છે. આ જીવલેણ વિસ્ફોટ પાછળનું અસલી કારણ અને કોઈ આતંકી કે ગુનાહિત કાવતરૂં છે કે નહીં તે જાણવા માટે સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.


આ પણ વાંચો :અફેરના નામે જેફરી એપસ્ટિન મને બ્લેકમેઇલ કરતો હતો’, અમેરિકન સંસદમાં બિલ ગેટ્સનો સનસનીખેજ ખુલાસો

આ પણ વાંચો :રશિયા સાથે મિત્રતાના કારણે ભારતની કંપનીઓ પર પ્રતિબંધ? યુરોપીયન યુનિયનની મોટી સૈન્ય-આર્થિક કૂટનીતિ

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં ઘૂસી પાકિસ્તાને કરી એર સ્ટ્રાઇક, 11 માસૂમ બાળકો સહિત 13 લોકોના કરુણ મોત