Gujarat News/ કાજલ મહેરિયાના નામે કોણે કરી ડિવોર્સ અરજી? કોર્ટમાં ખુલ્યું ચોંકાવનારું સત્ય!

ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા કાજલ મહેરિયા (Kajal Maheriya) અને તેમના પતિ અલ્પેશ ઠાકોર (Alpesh Thakor )ના નામે મહેસાણા ફેમિલી કોર્ટમાં નકલી છૂટાછેડાની અરજી દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે. સુનાવણી દરમિયાન ખુલ્યું કે અરજી બંનેમાંથી કોઈએ કરી જ નહોતી.

Top Stories Gujarat Others Breaking News
Kajal Maheriyaના નામે કોણે કરી ડિવોર્સ અરજી? કોર્ટમાં ખુલ્યું ચોંકાવનારું સત્ય!

Gujarat News: સુરતમાં નાસિરનગરમાં 100 મકાનોનું ડિમોલિશન કોણ કરી ગયુ, તેની ખબર નથી. હવે આને જ જોડતી આગળ કડી જેવા બનાવમાં ગુજરાતની લોકગાયિકા કાજલ મહેરિયા(Kajal Maheriya) અને અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)ના છૂટાછેડાની અરજી પણ મહેસાણા કોર્ટમાં કરી ગયુ તેની પણ કોઈને ખબર નથી. લાગે છે કે ખબર નથી તે શબ્દ જાણે ગુજરાતમાં વહીવટીતંત્રનો કીવર્ડ (Keyword)બની ગયો છે. આગામી દિવસોમાં સ્થાનિક વહીવટીતંત્ર દરેક વિવાદાસ્પદ બનાવને લઈને ‘ખબર નથી’ને તેનું મંત્રસૂત્ર બનાવી લે તો આશ્ચર્ય નહીં થાય.

આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અરજી ન તો કાજલ મહેરિયાએ કરી હતી અને ન તો તેમના પતિએ. કોર્ટ તરફથી નોટિસ મળ્યા બાદ જ બંનેને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

Kajal Maheriyaની છૂટાછેડની અરજી અંગે કોર્ટની નોટિસથી થયો ખુલાસો

મહેસાણાની ફેમિલી કોર્ટ (Mehsana Family Court)માં દાખલ થયેલી અરજીમાં કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના ફોટોગ્રાફ્સ તેમજ વ્યક્તિગત વિગતો સામેલ કરવામાં આવી હતી. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે મતભેદ છે અને સાથે રહેવું શક્ય નથી.પરંતુ જ્યારે કોર્ટની નોટિસ બંને સુધી પહોંચી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે તેમણે આવી કોઈ અરજી કરી જ નહોતી.

અરજીમાં શું દર્શાવવામાં આવ્યું હતું?

અરજીમાં બંનેના લગ્નની તારીખ, પારિવારિક મતભેદો અને અલગ રહેવાની વિગતો દર્શાવવામાં આવી હતી. સાથે એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે સંબંધોમાં સુધારાની કોઈ શક્યતા નથી અને બંને અલગ થવા માંગે છે.જોકે, બાદમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અરજીમાં દર્શાવાયેલી કેટલીક વિગતો વાસ્તવિક માહિતી સાથે મેળ ખાતી નહોતી.

સુનાવણી દરમિયાન ખુલ્યું સત્ય

કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે અરજી સાથે જોડાયેલા વકીલ અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી.અરજીમાં દર્શાવવામાં આવેલા વકીલે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમને આ અરજી અંગે કોઈ જાણકારી નથી અને અરજી પર રહેલી સહી પણ તેમની નથી. ત્યારબાદ કોર્ટને સમગ્ર અરજી શંકાસ્પદ લાગી હતી.

કોર્ટે અરજી રદ કરી

તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે અરજી નકલી રીતે તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અરજદારોને તેની કોઈ જાણ નહોતી.આથી કોર્ટે તાત્કાલિક અરજી રદ કરવાનો આદેશ આપ્યો હતો અને સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી.

રજીસ્ટ્રારની ભૂમિકા પર ચર્ચા

કાજલ મહેરિયા (Kajal Maheriya)ના પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે અરજી કોર્ટમાં કેવી રીતે સ્વીકારાઈ અને તેની પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થઈ તે અંગે તપાસ થવી જોઈએ.આ મુદ્દે કોર્ટમાં ચર્ચા થઈ હતી, જોકે કોર્ટ દ્વારા કોઈ વિશેષ તપાસના આદેશ આપવામાં આવ્યા નહોતા.

પોલીસ સુધી પહોંચ્યો મામલો

પોતાના નામે નકલી અરજી દાખલ થવાથી કાજલ મહેરિયાએ મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.પોલીસે અરજી સ્વીકારીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. જોકે મામલો કોર્ટ પ્રક્રિયા સાથે જોડાયેલો હોવાથી આગળની કાર્યવાહી માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું પડશે.

લગ્ન બાદ ફરી ચર્ચામાં કાજલ મહેરિયા

કાજલ મહેરિયા (Kajal Maheriya) અને અલ્પેશ ઠાકોરના પ્રેમલગ્ન અગાઉ પણ ચર્ચાનો વિષય બન્યા હતા. બંનેના લગ્નને લઈને સામાજિક અને પારિવારિક સ્તરે વિવાદ સર્જાયો હતો.પરંતુ હવે નકલી છૂટાછેડાની અરજીનો મામલો સામે આવતા ફરી એકવાર તેમનું નામ ચર્ચામાં આવ્યું છે.

સૌથી મોટો સવાલ

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કાજલ મહેરિયા (Kajal Maheriya) અને અલ્પેશ ઠાકોરના નામે નકલી અરજી કોણે તૈયાર કરી? વ્યક્તિગત વિગતો, ફોટોગ્રાફ્સ અને કોર્ટની પ્રક્રિયાનો ઉપયોગ કેવી રીતે થયો?આ સવાલોના જવાબ હજુ મળવાના બાકી છે. જોકે કોર્ટના નિર્ણય બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કાજલ મહેરિયા અને તેમના પતિ વચ્ચે કોઈ છૂટાછેડાનો પ્રશ્ન નથી અને સમગ્ર મામલો કથિત રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા રચાયેલ કાવતરાનો ભાગ હોઈ શકે છે.


આ પણ વાંચો:ગુજરાતી સિંગર કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પર હુમલો, વીડિયો વાયરલ થતા ચકચાર

આ પણ વાંચો:કાજલ મહેરિયાનો દાવોઃ હું અલ્પેશ સાથે દોઢ વર્ષથી રિલેશનમાં હતી, બધી રૂપિયાની રમતઃ કાજલની માતાનો દાવો

આ પણ વાંચો:ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નનો વિવાદ વકર્યો, પરિવાર, સમાજનો વિરોધ, માતાના આક્ષેપો