Mehsana News:ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના (Kajal Maheriya) અંગત જીવનમાં સર્જાયેલા વિવાદે સોશિયલ મીડિયા અને સમાજમાં તીવ્ર ચર્ચા જગાવી છે. પરિવારની જાણ બહાર અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કરી લીધા હોવાના આક્ષેપ સાથે મહેરિયા પરિવાર અને મહેરિયા સમાજે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. વિવાદ વધુ વકરતા કાજલની માતા શારદાબેન મહેરિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો રિલીઝ કરીને અલ્પેશ ઠાકોરના પરિવાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
19 એપ્રિલ 2026ના રોજ મહેરિયા પરિવાર અને સમાજના આશરે 70 જેટલા લોકો કાજલને (Kajal Maheriya) પરત લેવા માટે અલ્પેશ ઠાકોરના ઘરે પહોંચ્યા હતા. ત્યાં સામે પક્ષે ઉશ્કેરાટ અને અપમાનિત કરીને કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ કાજલની માતાએ કર્યો છે. આ ઘટનાથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
20 એપ્રિલ 2026ના રોજ શારદાબેન મહેરિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો જારી કરીને કહ્યું, “મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેરથા ગામે ગયા હતા. હું, મારો સમાજ અને સગા-સંબંધીઓએ કહ્યું કે અમારી છોકરી અમને સોંપી દો, પરંતુ અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા.” તેમણે આને “પૈસા માટેની ગેમ” ગણાવીને દલિત સમાજ અને 18 આલમને અપીલ કરી છે કે આ મામલે રસ્તો કાઢી આપો.

અલ્પેશ ઠાકોરના ભાઈ રાહુલ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે 19 એપ્રિલે 20-25 લોકો આવ્યા હતા અને “તમારા છોકરાને બોલાવો અને પાછો વાળી લો, અમારી છોકરી ભલે મરી જતી” જેવા શબ્દો કહેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બંને 6-7 મહિનાથી અમદાવાદમાં સાથે રહે છે અને પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વિવાદ વચ્ચે કાજલ મહેરિયા (Kajal Maheriya) અને અલ્પેશ ઠાકોરનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે કિંજલબેન મહેરિયા ઉર્ફે કાજલ મહેરિયાએ 10 ઓક્ટોબર 2025ના રોજ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે લગ્ન લગભગ 6 મહિના પહેલાં થયા હતા.

કાજલ મહેરિયાના (Kajal Maheriya) લગ્નની ચર્ચા તેજ
કાજલ મહેરિયાનો (Kajal Maheriya) જન્મ 21 નવેમ્બર 1992ના રોજ વિસનગર તાલુકાના ગોઠવા (ગોઢવા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ મહેરિયા છે. ઉત્તર ગુજરાતમાં લોકગાયિકા તરીકે તેઓ સારી ખ્યાતિ ધરાવે છે. તેઓ લોકગીતો, ભજન, લગ્નગીતો તેમજ આધુનિક ગુજરાતી ગીતો ગાય છે. તેમનું હિટ ગીત ‘મળ્યાં માના આશીર્વાદ’એ ગુજરાતમાં ધૂમ મચાવી હતી અને તેમને વ્યાપક લોકપ્રિયતા અપાવી હતી. તેઓ સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે.પરિવાર અને સમાજની સંમતિ વિના લગ્ન કરવાને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. કાજલના ભાઈ સંદીપ એન. મહેરિયાએ જાહેર અપીલ કરીને મહેરિયા સમાજ અને 18 આલમને સમર્થન માગ્યું છે.
બંને છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ઓળખે છે અને અમદાવાદમાં સાથે રહે છે. કાજલે પોલીસ સમક્ષ પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનું કબૂલ કર્યું હોવાના અહેવાલો છે.હાલ કાજલ મહેરિયા (Kajal Maheriya) અને અલ્પેશ ઠાકોર તરફથી કોઈ વધુ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, જોકે તાજેતરમાં કાજલના વીડિયોમાં તેમણે લગ્ન પોતાની મરજીથી કર્યા હોવાનું જણાવ્યું છે.

આ વિવાદ કિંજલ દવે અને કિંજલ રબારી જેવી અન્ય ગુજરાતી સિંગર્સના લગ્ન વિવાદોની યાદ અપાવે છે. એક તરફ ચાહકો આને કાજલનો (Kajal Maheriya) અંગત નિર્ણય ગણાવી રહ્યા છે, તો બીજી તરફ પરિવાર અને સમાજ આને સામાજિક પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી રહ્યા છે.
સૂત્રો અનુસાર ચાર દિવસ પછી કાજલનો પ્રોગ્રામ મહેસાણાના વિજાપુરમાં યોજાશે અને આવતા મહિને તેઓ ઓસ્ટ્રેલિયા જવાની છે. મામલો હજુ પોલીસ તપાસ અને સામાજિક ચર્ચામાં છે.
