દેશમાં કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ-સ્તરની બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં કોરોના વાયરસનાં વધતા જતા પ્રકોપનાં મુદ્દાઓ અને કોરોના રસીકરણ અભિયાન સંબંધિત સમીક્ષા કરવામાં આવશે.
જનતાને લાભ / પેટ્રોલ-ડીઝલ અને LPG નાં ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત
આ બેઠકમાં કેબિનેટ સચિવ, વડા પ્રધાનનાં મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ અને ડો.વિનોદ પોલ ઉપસ્થિત રહ્યા છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોરોના નિયંત્રણ કેવી રીતે રાખવો તે વિશે વિશેષ ચર્ચા થશે. આ બેઠક એવા સમયે યોજવામાં આવી રહી છે જ્યારે માત્ર આજે રવિવારે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસનો આંક એક લાખથી થોડો દૂર રહ્યો છે. એટલે કે, આગામી એક-બે દિવસમાં આ આંકડો લાખને પાર કરી શકે છે.
Prime Minister Narendra Modi chairs a high-level meeting to review the COVID19 related issues and vaccination; senior officers including Cabinet Secretary, Principal Secretary to PM, Health Secretary take part in the meeting pic.twitter.com/7WvEXWqpYg
— ANI (@ANI) April 4, 2021
અમદાવાદ / સિવિલમાં કોરોનાનો આંતક, 12 ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ઝપટમાં
કોરોનાને લઇને રસીકરણ અભિયાન ચાલુ છે પરંતુ તે પછી પણ દેશમાં કોરોનાનાં કેસ ફરી એકવાર વધવા માંડ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં 93,249 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 513 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી ઠીક થતા લોકોની સંખ્યા 60,048 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, દેશમાં કોરોનાનાં કુલ 1,24,85,509 કેસ નોંધાયા છે. કોરોનાથી દેશમાં રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 1,16,29,289 થઈ ગઈ છે. બીજી તરફ, દેશભરમાં સક્રિય કેસની સંખ્યા 6,91,597 છે. કોરોનાએ દેશમાં અત્યાર સુધીમાં 1,64,623 લોકોનો જીવ લઇ લીધો છે. અત્યાર સુધીમાં કુલ 7,59,79,651 કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
