Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં એકવાર ફરી નોંધાયા 28 હજારથી વધુ કેસ

  ભારતમાં કોરોનાવાયરસનાં કુલ કેસો 9 લાખને વટાવી ગયા છે. ભારતમાં વાયરસનાં ફેલાવવાનાં 166 દિવસમાં નવ લાખ કેસોનો આંકડો વટાવી ગયો છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, 14 જુલાઈ, મંગળવારે એક જ દિવસમાં 28,498 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 9,06,752 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, વાયરસને કારણે […]

India

 

ભારતમાં કોરોનાવાયરસનાં કુલ કેસો 9 લાખને વટાવી ગયા છે. ભારતમાં વાયરસનાં ફેલાવવાનાં 166 દિવસમાં નવ લાખ કેસોનો આંકડો વટાવી ગયો છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, 14 જુલાઈ, મંગળવારે એક જ દિવસમાં 28,498 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.

આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 9,06,752 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, વાયરસને કારણે 553 લોકોનાં મોત નીપજ્યાં છે. હવે કોરોનાથી દેશમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 23,727 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 5,71,460 લોકો આ વાયરસથી ઠીક થયા છે. દેશમાં હાલમાં રિકવરી દર 63.02% પર ચાલી રહ્યો છે.