ઝારખંડ વિધાનસભાનાં પ્રથમ તબક્કાનાં મતદાન દરમિયાન પલામૂ જિલ્લાનાં ચૈનપુરનાં કોસિયારા ગામમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનાં સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આક્ષેપ એવો છે કે ભાજપનાં સમર્થકોએ કોંગ્રેસનાં ઉમેદવાર કે.એન. ત્રિપાઠીનાં વાહન પર પથ્થરમારો કર્યો, જેમાં ત્રિપાઠીની કારનાં કાચ તૂટી ગયા હતા. જોકે, આ અથડામણમાં કોઈ ઈજાગ્રસ્ત થયાનાં સમાચાર નથી. ત્યારબાદ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
વળી ડાલટનગંજથી કોંગ્રેસનાં ઉમેદવાર કે.એન. ત્રિપાઠી રિવોલ્વર લહેરાવતા જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપનાં ઉમેદવાર આલોક ચૌરસિયાનાં સમર્થકો સાથેની અથડામણ દરમિયાન કોંગ્રેસનાં ઉમેદવાર કે.એન. ત્રિપાઠીએ રિવોલ્વર લહેરાવી હતી. દરમિયાન, ચૂંટણી પંચે આ ઘટનાની નોંધ લીધી છે અને આ અંગે જિલ્લા વહીવટી તંત્ર પાસે રિપોર્ટ માંગ્યો છે.
#WATCH Jharkhand: Congress candidate KN Tripathi brandishes a gun during clash between supporters of BJP candidate Alok Chaurasia & Tripathi's supporters. Tripathi was allegedly stopped by BJP candidate's supporters from going to polling booths, in Kosiyara village of Palamu. pic.twitter.com/Ziu8eCq42z
— ANI (@ANI) November 30, 2019
ઉલ્લેખનીય છે કે, ભાજપનાં સમર્થકોએ ડાલટનગંજથી કોંગ્રેસનાં ઉમેદવાર કે.એન. ત્રિપાઠીને બૂથ પર જતા અટકાવ્યા હતા, ત્યારબાદ બંને પક્ષનાં સમર્થકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. બાદમાં ભાજપનાં કેટલાક સમર્થકોએ કોંગ્રેસનાં ઉમેદવાર પર પથ્થરમારો કર્યો હતો. જેમા તેમની કારને નુકસાન થયું છે. ત્યારે ત્યાં હાજર સૈનિકોએ ભાજપ સમર્થકોને હાંકી કાઠીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસનાં ઉમેદવાર કે.એન. ત્રિપાઠીએ ભાજપનાં ઉમેદવાર આલોક ચૌરસિયા અને તેમના સમર્થકો પર બૂથ લૂંટવાનો આરોપ લગાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
