Rajkot News: ભાજપના સાંસદ રામ મોકરિયાએ જાતે જ પુરવઠા વિભાગનો પર્દાફાશ કરતાં સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. રામ મોકરિયાએ સસ્તા અનાજમાં થતી ભેળસેળનો પર્દાફાશ કર્યો હતો. આના પરથી તે પુરવાર થયું છે કે પુરવઠા વિભાગમાં કેવી લોલમલોલ ચાલે છે. આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે સાંસદે પોતે મેદાનમાં ઉતરવું પડ્યુ છે. તેમણે ઉતરતી ગુણવત્તાના અનાજના નમૂના કલેક્ટરને બતાવ્યા હતા. આમ આશ્ચર્યની વાત એ છે કે વર્તમાન સાંસદે પોતાના જ તંત્રની કામગીરી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા. સાંસદના સવાલનો કલેક્ટર પણ જવાબ આપી શક્યા ન હતા. તેમની રીતસરની બોલતી બંધ થઈ ગઈ હતી.
સસ્તા અનાજમાં ભેળસેળનો પર્દાફાશ
ભાજપના સાંસદ રામ મોકરિયાએ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં પુરવઠા વિભાગનો પર્દાફાશ કરતાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. રામ મોકરિયાએ ગરીબોને આપવામાં આવતા સસ્તા સરકારી અનાજમાં ભેળસેળનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં અફડાતફડી મચી ગઈ હતી. સાંસદે લીધેલા પગલું બતાવે છે તે કેવું અંધેર તંત્ર ચાલે છે. કોઈને કશાની પડી નથી. સારી ગુણવત્તાનું અનાજ પગ કરી જાય છે અને ઉતરતી ગુણવત્તાનું અનાજ લોકોને પધરાવી દેવાય છે.
સસ્તા અનાજના સેમ્પલ આપવામાં આવ્યા હતા
જિલ્લા કલેકટરની બેઠકમાં સાંસદ રામભાઇ મોકરીયાએ સસ્તા અનાજના સેમ્પલ આપી અનાજની ગુણવત્તા ચકાસવા માંગ કરી હતી. રામભાઈએ વિવિધ સસ્તા અનાજની દુકાનોમાંથી સેમ્પલ લઈને કલેક્ટરને સોંપ્યા હતા. સાંસદે પોતે સસ્તા અનાજની વિવિધ દુકાનોમાંથી સેમ્પલો લીધા હતા અને તે કલેક્ટરને સોંપ્યા હતા અને તેમને પાસેથી જવાબ માંગ્યો હતો કે આટલી ઉતરતી કક્ષાનું અનાજ લોકો પાસે જાય તો તેમની શું સ્થિતિ થાય. શું ગુજરાતની પ્રજા આવું ઉતરતી કક્ષાનું અનાજ ખાશે.
હલકી ગુણવત્તાની અને જીવાતથી ભરપૂર
સાંસદ દ્વારા આપવામાં આવેલા નમૂનાઓમાં ઘઉં, ચોખા, કઠોળ અને ચણા હલકી ગુણવત્તાના અને જંતુઓથી પ્રભાવિત હોવાનું બહાર આવ્યું છે. આના પગલે હવે સસ્તા અનાજની વહેંચણી અને ગુણવત્તાને લઈને હજારો સવાલ સર્જાયા છે.
આ પણ વાંચો: હવે અનાજનું પણ ATM, રાશનની દુકાન પર લાંબી લાઇન હવે ભૂતકાળ
આ પણ વાંચો: ફૂડ કમિશનને છેલ્લા સાત વર્ષમાં લગભગ ત્રણ હજાર ફરિયાદો મળી
આ પણ વાંચો: સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ, ઉત્પાદન અને નિકાસ વચ્ચે સંતુલનની જરૂર
