Surat News: ગુજરાતના ટેક્સ્ટાઇલ સિટી અને ડાયમંડ હબ ગણાતા સુરતમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. સુરતના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી રાધારમણ ટેક્સ્ટાઇલ માર્કેટ-ટુમાં 23 વર્ષના યુવાન વેપારીએ સાતમાં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા (Surat Suicide)કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભરબજારે અને ધોળા દિવસે થયેલી આ આત્મહત્યાએ વેપારી આલમમાં ચકચાર મચાવી દીધી છે. આખા કાપડ માર્કેટમાં આત્મહત્યાના આ બનાવના કારણે શોકનું મોજું ફરી વળ્યું છે.
આત્મહત્યા કરનારા મૃતકની યુવક 23 વર્ષના યશ નવીનચંદ્ર જૈન તરીકે થઈ છે. તે કાપડના કારોબાર સાથે સંકળાયેલો હતો. હવે તેણે કયા કારણસર આત્મહત્યા કરી તે હજી સુધી પ્રકાશમાં આવ્યું નથી. યુવાનની આમ અચાનક આત્મહત્યાન કારણે અચાનક બજારમાં અફરાતફરી મચી ગઈ હતી. તેના લીધે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ બનાવની જાણ થતાં સારોલી પોલીસ સ્ટેશનના કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને કબ્જે લઈને પંચનામુ કર્યુ છે. તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેનો મોબાઇલ ફોન પણ કબ્જે લીધો છે. પોલીસે હવે યુવાને એવી તો કઈ સ્થિતિ આવી કે તેણે આત્મહત્યાનું પગલું ભર્યુ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે હવે તે તપાસ શરૂ કરી છે કે આ યુવાનની આત્મહત્યાનું કારણ શું છે, આર્થિક સંકટ છે, કૌટુંબિક વિવાદ છે કે પછી શેરબજારમાં ખોટ ગઈ છે, પ્રેમપ્રકરણમાં તકલીફ સર્જાઈ છે કે ડીપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી છે. પોલીસનું કહેવું છે કે આ તપાસ પછી જ ખબર પડશે કે યુવાને કયા કારણસર આત્મહત્યા કરી છે. આ સિવાય પોલીસે તેના સગાસંબંધીઓની પણ પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો: સુરતમાં કરોડપતિ કુટુંબની પુત્રવધુની આત્મહત્યાઃ હાઈપ્રોફાઇલ કુટુંબોમાં પણ તનાવ અને સંઘર્ષ !
આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીની આત્મહત્યાના પ્રયાસનો કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ
આ પણ વાંચો: સુરતના વેસુમાં હચમચાવનારી ઘટના, હેપ્પી એલિગન્સ બિલ્ડિંગમાં પરિવારનો સામૂહિક આત્મહત્યા પ્રયાસ, ત્રણના મોત
