Ahmedabad News/ અમદાવાદમાં GCASની પ્રક્રિયાનો વિરોધ કરતી સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામે અરજી

અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામે અરજી કરવામાં આવી છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી થશે. GCAS એડમિશન મુદ્દે આ અંગે અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટ કોલેજના પ્રવેશ મુદ્દે આ કેસ અંગે નિર્ણય લેશે. હાલમાં તો પ્રવેશની બે રાઉન્ડની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામે અરજી કરવામાં આવી છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી થશે. GCAS એડમિશન મુદ્દે આ અંગે અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટ કોલેજના પ્રવેશ મુદ્દે આ કેસ અંગે નિર્ણય લેશે. હાલમાં તો પ્રવેશની બે રાઉન્ડની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

અહીં ઉલ્લેખનીય છે કે સેન્ટ ઝેવિયર્સ કોલેજે જીકાસમાં નહીં પણ પોતાની રીતે જ એડમિશનો લેતા તેની સામે કોંગ્રેસના એકમ એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. એનએસયુઆઈએ જણાવ્યું હતું કે સેન્ટ કોલેજ મનમાની કરી રહી છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની બધી જ કોલેજોએ GCASની એડમિશન પ્રક્રિયા અપનાવી છે ત્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજે અલગ જ રસ્તો અપનાવ્યો છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હોવા છતાં પણ સેલ્ફ ફાઇનાન્સ હોવાના કારણે જીકાસના નેજા હેઠળ આવવાનો ઇન્કાર કરી રહી છે.

સેન્ટ ઝેવિયર્સ કોલેજે તેની સત્તાવાર વેબસાઇટ પરથી જ એડમિશન આપવાનું સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજના વહીવટીતંત્રનો દાવો છે કે GCASની એડમિશન પ્રક્રિયા ઘણી જ ધીમી છે અને ખામીવાળી છે. ગયા વર્ષે ઓગસ્ટ સુધી 30 રાઉન્ડ સુધી પ્રક્રિયા ચાલી હતી, હવે તે સમયે તો કોલેજોની પરીક્ષા ચાલતી હોય છે.

સેન્ટ ઝેવિયર્સ કોલેજના વહીવટીતંત્રના અડગ વલણના કારણે આ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. તેના લીધે એડમિશનની પ્રક્રિયા ખોરવાઈ છે. હવે સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચેના સંઘર્ષમાં વિદ્યાર્થીઓને ફટકો પડી રહ્યો હોવાનું જણાવીને કોંગ્રેસના વિદ્યાર્થી એકમ NSUIએ કોલેજના કેમ્પસની અંદર મોટાપાયા પર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.


આ પણ વાંચો: અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં NSUIનો વિરોધ

આ પણ વાંચો: અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ મેરીટમાં ગેરરીતી મામલે ગુજ યુનિવર્સિટીએ નોટિસ પાઠવી 3 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કરાયો

આ પણ વાંચો: સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓને ડીટેઇન કરવાનો મામલો, મચ્યો હોબાળો