અમદાવાદ
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષાએ ડીટેઇન કરવાનો મામલો સામે આવ્યો છે. બી.સી.એ, કોપ્યુટર, બી.કોમ, બી.એના 100 જેટલા વિદ્યાર્થીઓને પુરતી હાજરી ન હોવાના કારણે ડિટેઇન કરાયા છે.
વિધાર્થીનું કહેવું છે કે, કટ ઓફ હાજરી 75 ટકા છે જાણી જોઇને વિધાર્થીઓને ખોટી રીતે ડીટેઇન કરવાનાં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગત સેમીસ્ટરની હાજરીનુ પ્રમાણ આપીને કોલેજ દ્વારા કોઇ પણ નોટિસ આપ્યા વગર ચાલુ પરીક્ષામાંથી બહાર ઘકેલાયા હતા.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે મેનેજમેન્ટ દ્વારા અમારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો અમને ચાલુ પરીક્ષા ઉઠાવી દીધા અને કહેવામાં આવ્યું કે હવે તમે ઘરે જાવ અને આરામ કરો. વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે અમારા પેરેન્ટસ સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.
જેનો વિરોધ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમા હોબાળો કરવામા આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્રારા આક્ષેપ કરાયો છે કે, ગત સેમેસ્ટરનાં હાજરીનું કારણ આપીને ડિટેઇન કરાયા છે. પરંતું ચાલુ સેમેસ્ટરના બે મહિના બાદ આજે જાણકરી આપીને ખોટી રીતે હેરાન કરી તેમનુ 1 વર્ષ બરબાદ કરવામા આવી રહ્યુ છે.
