પ્રહાર/ મમતા બેનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, વિરોધ પક્ષના ગઠબંધનના લીઘે ડરથી ધ્રુજી રહ્યા છે!

મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ડરના કારણે ધ્રૂજી રહ્યા છે. વાસ્તવમાં તે હિંસા પીડિતોને મળવા માટે SSKM હોસ્પિટલ પહોંચી હતી

Top Stories India

મંગળવારે  લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રમાં ભાજપને સત્તામાં આવતા રોકવા માટે કરવામાં આવેલા આ ગઠબંધન અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીનું તાજેતરનું નિવેદન સામે આવ્યું છે.

આગામી પાંચ મહિનામાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર પડી જાય તેવી સંભાવના ભાજપે વ્યક્ત કરી છે. આ પૃષ્ઠભૂમિમાં, બેનર્જીએ બુધવારે (19 જુલાઈ) ભગવા પક્ષને પડકાર ફેંક્યો કે તેઓ તેમની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરતા પહેલા ઓછામાં ઓછું કાચ ફેરવે.અહીં પત્રકારો સાથે વાત કરતા તૃણમૂલ કોંગ્રેસના વડાએ કહ્યું કે, “ભાજપનું કામ માત્ર ઝઘડા, હિંસા અને ધર્મના આધારે લોકોને વહેંચવાનું છે.” લોકો તેની વિરુદ્ધ વોટ કરીને બદલો લેશે. ઇન્ડિયા’ના પડકારનો સામનો કરશે.” બીજેપી સાંસદ શાંતનુ ઠાકુરે રવિવારે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ પાંચ મહિનાથી વધુ નહીં ચાલે.

મમતા બેનર્જીએ પાચં મહિનામાં ટીએમસીની સરકાર પડિ ભાંંગશે એવો દાવા પર પલટવાર કરતા કહ્યું કે એક ગ્લાસ પણ પલટાવીને બતાવે,ત્યારબાદ મારી સરકાર તોડી પાડવાનું પ્રયત્ન કરે. તેમને એવો એહેસાસ થઇ જશે કે કેન્દ્ર સરકાર જ જલ્દી પડી ભાગંશે,ગઇકાલથી ઇન્ડિયાના ગઠબંધનથી ભાજપ થરથર કાંપી રહી છે.

જેના જવાબમાં મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ડરના કારણે ધ્રૂજી રહ્યા છે. વાસ્તવમાં તે હિંસા પીડિતોને મળવા માટે SSKM હોસ્પિટલ પહોંચી હતી.ઉલ્લેખનીય છે કે બુધવારે 26 બિન-ભાજપ પક્ષોએ 2024ની લોકસભા ચૂંટણીની દિશા નક્કી કરવાના હેતુથી ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધનની (ઇન્ડિયાની) જાહેરાત કરી હતી.