અયોધ્યા વિવાદને દેશની રાજનીતિ તેનો ઉકેલ લાવી શકે તેમ ક્યાં પણ દુર દુર સુંધી જોવા નથી મળી રહ્યું, ત્યારે કોર્ટ બહાર અયોધ્યા વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરી રહેલ આધ્યાત્મિક શ્રી શ્રી ગુરુ રવિશંકરે ફરી એકવાર મોટુ નિવેદન આપ્યુ છે.
શ્રી શ્રી રવિશંકરનું કહેવુ છે કે, આ વિવાદ નહીં ઉકેલાય તો ભારત સિરીયા બની જશે. આર્ટ ઓફ લિવીંગના પ્રમુખ રવિશંકરે આ પહેલા પણ અયોધ્યા વિવાદને કોર્ટ બહાર ઉકેલવાની ભલામણ કરી હતી. ત્યારે આજે તેમણે ફરી એકવાર આ વાત પર ભાર આપતા જણાવ્યુ કે રામ મંદિરનો વિવાદ કોર્ટ બહાર જ ઉકેલાવો જાઈએ.
અયોધ્યા મુસ્લિમો માટે આસ્થાનુ કોઈ પ્રતિક નથી, જેથી તેમણે આ ધાર્મિક સ્થળ પર પોતાનો દાવો છોડીને દેશમાં એક્તાનુ નવુ ઉદાહરણ રજુ કરવુ જાઈએ. રવિશંકરે જણાવ્યુ હતું કે, કોર્ટમાં નિર્ણય આવશે તો કોઈ રાજી નહીં થઈ શકે.
કોર્ટમાં નિર્ણય આવશે તો કોઈ એક પક્ષે હાર સ્વીકારવી પડશે. આવી સ્થિતિમાં હારેલ પક્ષ અત્યારે તો ચુકાદાને સ્વીકારી લેશે પરંતુ થોડા સમય બાદ ફરી બબાલ શરુ થશે, જે સમાજ માટે સારુ નહીં હોય.
શ્રી શ્રી રવિશંકરે જણાવ્યુ હતું કે, કેટલાક લોકો મારા પ્રયત્નની ટિકા કરી રહ્યા છે કારણકે તેમને આ વિવાદ ઉકેલાય તે પસંદ નથી. મંદિરના સ્થળે હોસ્પિટલ બનાવવાનો વિચાર માત્ર બેવકુફી છે.
ભગવાન રામને કોઈ બીજા સ્થળે જન્મ આપી શકાય નહીં. તેમણે મૌલાના સલમાન નદવીનો બચાવ કરતા જણાવ્યુ હતું કે તેમણે આ વિવાદ મુદ્દે કોઈપણ પ્રકારની લાંચ માંગી નથી. આ એજ નદવી કે જેમણે કોર્ટ બહાર વિવાદ ઉકેલવાનુ સમર્થન કર્યુ છે. તેમના પ્રયત્નોની પ્રશંસા થવી જાઈએ.
