Not Set/ ભારતીય મૂળના ISIS આતંકી સિદ્ધાર્થ ધારને અમેરિકાએ જાહેર કર્યો ગ્લોબલ ટેરરિસ્ટ

વોશિંગ્ટન, અમેરિકાએ ભારતીય મૂળના ઈસ્લામિક સ્ટેટના આતંકી સિદ્ધાર્થ ધાર અને બેલ્જિયમના એક નાગરિકને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી તેમના પર પ્રતિબંધ મુક્યો છે. અમેરિકન ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, સિદ્ધાર્થ ધાર બ્રિટેનમાં રહેતો હતો. તે મૂળ હિન્દુ હતો પરંતુ ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યો હતો. મુસ્લિમ બન્યા બાદ તેણે પોતાનુ નામ અબુ રુમૈશાહ રાખ્યુ હતું. ૨૦૧૪માં બ્રિટેનની પોલીસે […]

Top Stories
youtube ભારતીય મૂળના ISIS આતંકી સિદ્ધાર્થ ધારને અમેરિકાએ જાહેર કર્યો ગ્લોબલ ટેરરિસ્ટ

વોશિંગ્ટન,

અમેરિકાએ ભારતીય મૂળના ઈસ્લામિક સ્ટેટના આતંકી સિદ્ધાર્થ ધાર અને બેલ્જિયમના એક નાગરિકને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી તેમના પર પ્રતિબંધ મુક્યો છે. અમેરિકન ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, સિદ્ધાર્થ ધાર બ્રિટેનમાં રહેતો હતો. તે મૂળ હિન્દુ હતો પરંતુ ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યો હતો. મુસ્લિમ બન્યા બાદ તેણે પોતાનુ નામ અબુ રુમૈશાહ રાખ્યુ હતું. ૨૦૧૪માં બ્રિટેનની પોલીસે અબુ રુમૈશાહને જામીન પર મુક્ત કર્યો હતો. ત્યારબાદથી તે ફરાર હતો અને પોતાની પત્ની અને બાળકો સાથે સિરીયા પહોંચી ગયો હતો.

આઈએસઆઈએસ દ્વારા સેક્સ સ્લેવ બનાવવામાં આવેલ એક યહુદી યુવતિએ અપહરણકર્તાઓની ચંગુલમાંથી છૂટ્યા બાદ જણાવ્યુ હતું કે, રુમૈશાહ જ તેનુ અપહરણ કરીને મૌસુલ લઈ ગયો હતો. અબુ રુમૈશાહે જેહાદી ઝોનની જગ્યા લીધી હતી અને તે આતંકી સંગઠનનો સિનીયર કમાન્ડર બન્યો હતો.

અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે આઈએસના બે આતંકી સિદ્ધાર્થ ધાર અને અબ્દુલ લતિફ ગનીને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી તેમના પર પ્રતિબંધ મુક્યો છે. પ્રતિબંધ મુક્યા બાદ આ બન્ને આતંકીની અમેરિકા સ્તિથ તમામ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે અને અમેરિકાનો કોઈપણ નાગરિક હવે આ બન્ને શખ્સો સાથે કોઈપણ પ્રકારની લેવડ દેવડ કરી શકશે નહીં.

એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં સિદ્ધાર્થ ધારે જણાવ્યું હતું કે, “૯૦ વર્ષથી દુનિયામાં ખલીફાનું શાસન નથી. કુરાનના ઘણાં નિયમો અપનાવવામાં આવતા નથી. મારી ઈચ્છા છે કે, યુકેમાં શરિયાનો કાયદો લાગુ થાય. તે ડેમોક્રેસી કરતા ઘણી સારી છે. હું એક મુસ્લિમ તરીકે બ્રિટનના કાયદા મારા પ્રમાણેના ન હોવાનું જોઈ રહ્યો છું. હું પહેલાં એક મુસ્લિમ છું, પછી પણ એક મુસ્લિમ છું અને અંત સુધી મુસ્લિમ છું”.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ, ધાર અલ મુજાહિદ્દીન નામના આતંકી સંગઠનનો સભ્ય રહ્યો છે. આ સંગઠન અત્યારે અઅસ્તિત્વ ધરાવતુ નથી. આ સંગઠન રદ્દ થયા બાદ ધાર યુકે છોડી સિરીયા ચાલ્યો ગયો હતો જ્યાં તે આઈએસઆઈએસ સાથે જાડાયો હતો.