Not Set/ ચાર કિલોમીટર દોડીને પકડ્યો ચોરને, ગીફ્ટમાં મળ્યું કેરળનું હનીમૂન પેકેજ

બેંગ્લોર, બાઈક સવાર બદમાશને ચાર કિલોમીટર સુધી દોડાવ્યા બાદ પકડવા માટે કે ઈ વેંકટેશ નામના બેંગ્લોર પોલીસના એક કોન્સ્ટેબલને અધિકારીઓ દ્વરા લગ્ન ગીફ્ટમાં હનીમુન પેકેજ આપવામાં આવ્યું છે. આ પેકેજમાં બોટહાઉસમાં રહેવાની સુવિધા પણ શામેલ છે. વાઈટફિલ્ડના ડેપ્યુટી પોલીસ કમિશ્નર અબ્દુલ અહદે કહ્યુકે કે ઈ વેંકટેશને આ પુરસ્કાર એમની બહાદુરી અને નિષ્ઠા માટે આપવામાં આવ્યો […]

Top Stories India
Master 5 ચાર કિલોમીટર દોડીને પકડ્યો ચોરને, ગીફ્ટમાં મળ્યું કેરળનું હનીમૂન પેકેજ

બેંગ્લોર,

બાઈક સવાર બદમાશને ચાર કિલોમીટર સુધી દોડાવ્યા બાદ પકડવા માટે કે ઈ વેંકટેશ નામના બેંગ્લોર પોલીસના એક કોન્સ્ટેબલને અધિકારીઓ દ્વરા લગ્ન ગીફ્ટમાં હનીમુન પેકેજ આપવામાં આવ્યું છે. આ પેકેજમાં બોટહાઉસમાં રહેવાની સુવિધા પણ શામેલ છે.

વાઈટફિલ્ડના ડેપ્યુટી પોલીસ કમિશ્નર અબ્દુલ અહદે કહ્યુકે કે ઈ વેંકટેશને આ પુરસ્કાર એમની બહાદુરી અને નિષ્ઠા માટે આપવામાં આવ્યો છે. એમના વેડિંગ ગીફ્ટમાં 10 હજાર રૂપીયા કેશ અને હનીમુન માટે પેઈડ લીવ પણ શામેલ છે. 30 વર્ષના કોન્સ્ટેબલ વેંકટેશ બેલ્લાન્દુર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા છે.

unnamed file ચાર કિલોમીટર દોડીને પકડ્યો ચોરને, ગીફ્ટમાં મળ્યું કેરળનું હનીમૂન પેકેજ

પીપલ ફ્રેન્ડલી પોલીસ અભિયાન માટે પસંદ કરવામાં આવેલા વેંકટેશને બીટ કોન્સ્ટેબલની જવાબદારી મળી હતી. ગુરુવાર રાતે સર્જપુર મેઈન રોડ પર તેઓ ચિતા બાઈક પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે લગભગ 2:45 વાગે એમણે એક આદમીની ચીસ સાંભળી. વેંકટેશ ઘટનસ્થળ પર પહોચ્યા તો જોયું કે બે બાઈક પર ત્રણ લોકો ભાગી રહ્યા છે. અને રસ્તાના કિનારે ઉભેલો માણસ ચોર…ચોર બુમો પડી રહ્યો હતો.

ચાર કિલોમીટર સુધી પીછો કર્યા બાદ વેંકટેશે એમાંના એકને પકડી લીધો. પરંતુ બે ચોર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ચોરને ત્યારબાદ બેલ્લાન્દુર પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

વેંકટેશે 2007માં એચએએલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે જોઈન કર્યું હતું. ત્યારબાદ 2012માં એમનું ટ્રાન્સફર તિલકનગર ઓંપ 2017માં બેલ્લાન્દુરમાં થયું હતું. આ પહેલા જુનમાં કોન્સ્ટેબલ ચંદ્રકુમાર સી એ એક ચેઈન સ્નેચરને રંગે હાથો પકડી પડ્યો હતો. જે બાદ ડીસીપી રવિ સીએ કેશ પ્રાઈઝ સાથે એક મહિનાની રજા ઇનામ રૂપે આપી હતી.