Not Set/ વિમ્બલ્ડન: રોજર ફેડરર અને સેરેના વિલિયમ્સ ચોથા રાઉન્ડમાં

લંડન, વિમ્બલ્ડનમાં મેન્સ સિંગલ્સમાં રોજર ફેડરરે ત્રીજા રાઉન્ડમાં આસાન રીતે જર્મન ખેલાડી સ્ટૂર્ફને સીધા સેટમાં ૬-૩,૭-૫,૬-૨ થી હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે,પ્રથમ ત્રણ રાઉન્ડમાં હજુ સુધી એક પણ સેટ ગુમાવ્યા વગર જ ગ્રાસ કોર્ટ કિંગ ફેડરરે ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.બીજી તરફ વિમેન્સ સિંગલ્સમાં સેરેના વિલિયમ્સે ફ્રાન્સની ક્રિસ્ટીનાને ૭-૫,૭-૬(૭-૨) થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશી […]

Sports
36564986 10156430235964941 7011762787663740928 n વિમ્બલ્ડન: રોજર ફેડરર અને સેરેના વિલિયમ્સ ચોથા રાઉન્ડમાં

લંડન,

વિમ્બલ્ડનમાં મેન્સ સિંગલ્સમાં રોજર ફેડરરે ત્રીજા રાઉન્ડમાં આસાન રીતે જર્મન ખેલાડી સ્ટૂર્ફને સીધા સેટમાં ૬-૩,૭-૫,૬-૨ થી હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે,પ્રથમ ત્રણ રાઉન્ડમાં હજુ સુધી એક પણ સેટ ગુમાવ્યા વગર જ ગ્રાસ કોર્ટ કિંગ ફેડરરે ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.બીજી તરફ વિમેન્સ સિંગલ્સમાં સેરેના વિલિયમ્સે ફ્રાન્સની ક્રિસ્ટીનાને ૭-૫,૭-૬(૭-૨) થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશી છે.

આજે સાંજે સ્પેનના રફેલ નાદાલ ઓસ્ટ્રેલીયાના એલેક્ષ સામે ટકરાશે જયારે નોવાક જોકોવિચ  બ્રિટીશના કાયલ એડમંડ સામે ટકરાશે.ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વખતે વિમ્બલ્ડનમાં રોજર ફેડરર,રફેલ નાદાલ કે જોકોવિક માંથી કોણ ટાઇટલ પોતાના નામે કરશે? કે અન્ય કોઈ નવો ખેલાડી ઈતિહાસ રચશે?