- શિક્ષકોએ શાળામાં ચલાવ્યું પ્રેમ પ્રકરણ
- શિક્ષકાના પતિને જાણ થતા ફુટ્યો ભાંડો
- પતિએ શિક્ષકને મારનો ભણાવ્યો પાઠ
@અલ્પેશ પટેલ
મહેસાણાના શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો છે.દોઢ વર્ષથી સાથે નોકરી કરતી શિક્ષિકા સાથે પ્રેમ પ્રકરણ ચલાવતા શિક્ષકને શિક્ષિકાના પતિ અને દિયર દ્વારા ઢોર માર મારાવામાં આવ્યો હતો.શિક્ષકને ઈજાઓ પહોચતા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાવામાં આવ્યો હતો.
શહેરમાં મોઢેરા રોડ ઉપર આવેલી ખાનગી સ્કૂલના શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો છે,છેલ્લા દોઢ વર્ષ થી સાથે નોકરી કરતી શિક્ષિકા સાથે મોબાઈલમાં ચેટીંગ કરી ગલગલીયા કરતા શિક્ષક અલકેશ પટેલને શિક્ષિકાની સાથે તેના પતિ અને દિયર સહિત અન્ય ચાર વ્યક્તિઓએ ઢોર માર્યો છે.બે વર્ષ થી પ્રેમમાં પાગલ શિક્ષક અલકેશ પટેલ એ શિક્ષિકા સાથે ઘણા સમય સુધી મોબાઈલ મારફતે બિભત્સ ચેટીંગ કર્યું છે.
હદ તો ત્યારે થઈ ગઈ કે ખુદ શિક્ષિકાએ પોતાના પતિ સાથે બેડરૂમમાં નીંદર માણતા બેડરૂમમાં ફોટા પણ શિક્ષકને મોકલ્યા હતા.શિક્ષિકા અને શિક્ષક ના પ્રેમ સંબંધ માં શિક્ષિકા ના પતિ ને જાણ થતાં ભાંડો ફૂટ્યો અને શિક્ષક ને એટલી હદે માર મારવામાં આવ્યો કે થાપાના ભાગે ઢોર મારના કારણે લાલ જામા પડી ગયા છે.તો પગના ભાગે ટાંકા આવતા ઘાયલ શિક્ષક અલકેશ પટેલને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.તો વળી પોલીસ શિક્ષક-શિક્ષિકાના પ્રેમ સંબંધમાં અને માર મારવાના બનાવમાં મૂંઝવણમાં મુકાઈ છે.
આ પણ વાંચો:ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને HCનો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી
આ પણ વાંચો:AAP પછી BAPનો જલવો… ત્રણ મહિના પહેલા બનેલી પાર્ટીએ જીતનું રણશિંગુ ફૂંક્યું
આ પણ વાંચો:મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કૌભાંડ, સરકારને ખોટા ડેટા આપ્યાનો ખુલાસો