અમદાવાદ/ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને HCનો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટે ધારાસભ્યના આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. ચૈતર વસાવા પર અત્યારે વન્યકર્મીઓને માર મારવા અને ધમકી આપવાનો કેસ ચાલી રહ્યો છે. 

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 12 04T181607.862 ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને HCનો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

Ahmedabad News: નર્મદા જિલ્લાના વન વિભાગના બીટ ગાર્ડને ઘરે બોલાવીને ધમકાવવાનો તથા માર મારવાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાલમાં જ ગુજરાત હાઇકોર્ટે ધારાસભ્યના આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. ચૈતર વસાવા પર અત્યારે વન્યકર્મીઓને માર મારવા અને ધમકી આપવાનો કેસ ચાલી રહ્યો છે.

ચૈતર વસાવાએ વકીલ મારફતે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી. તો સામે પક્ષે સરકારે પણ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશન નો કેસ છે અને ગંભીર કેસ છે. તેથી અરજી નામંજૂર કરવામાં આવે. ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમયથી ફરાર છે. અગાઉ ટ્રાયલ કોર્ટે ચૈતર વસાવાના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. એક જમીન સંબંધિત કેસમાં વન કર્મચારીઓને મારવા અને ગોળીબારના કેસમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સામે ગુનો નોંધાયો છે.

ચૈતર વસાવાએ વકિલ દ્વારા રજૂઆત કરી હતી કે, હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી. જેની સામે સરકારે પણ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ એક સ્ટોડિયલ ઇન્ટરોગેશનનો કેસ છે અને ગંભીર કેસ છે. અરજી નામંજૂર કરવામાં આવે. ઉલ્લેખનીય છેકે, બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદથી ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર છે.

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવાની આગોતરા જામીન અરજી આ પહેલા પણ ના મંજૂરી થઇ ચૂકી છે, અગાઉ સેશન્સ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. જોકે, આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર છે. જમીન સંબંધિત આ કેસમાં વનકર્મીઓને માર મારવાના અને જાહેરમાં ગોળીબાર મામલે ધારાસભ્ય અને તેમની પત્ની સહિતના કેટલાક લોકો સામે ગુનો નોંધાયેલો છે.


whatsapp ad White Font big size 2 4 ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને HCનો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી


આ પણ વાંચોઃ 

આ પણ વાંચો:સુરતમાં અનોખા લગ્ન, રક્તદાન કેમ્પ અને રાષ્ટ્રગીત ગાઈને વરઘોડિયા લગ્નના બંધને બંધાયા

આ પણ વાંચો:પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર

આ પણ વાંચો:સિદ્ધપુરના કાત્યોક મેળામાં દુર્ઘટના, બાળકો સહિત ત્રણને ગંભીર ઈજા

આ પણ વાંચો:ચિગાર નામક જંતુ કરડવાથી થતો જીવલેણ રોગનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો શું છે લક્ષણો