Sabarkantha News/ તળેટીમાં આવેલ કુંડમાં અસામાજિક તત્વોનો અડ્ડો, સ્થાનિકોએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી રજૂઆત

ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડને ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા ચાર કરોડ કરતાં પણ વધારે રકમ ફાળવાઇ છે. ત્યારે આ ઐતિહાસિક કુંડની જાળવણી ના થતા તંત્ર સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો છે

Gujarat Others
કુંડમાં

ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડને ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા ચાર કરોડ કરતાં પણ વધારે રકમ ફાળવાઇ છે. ત્યારે આ ઐતિહાસિક કુંડની જાળવણી ના થતા તંત્ર સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો છે. કુંડ પર અસામાજિક તત્વો અડ્ડો જમાંવીને બેસતા હોય છે. ત્યારે આ મામલે સ્થાનિકએ પોલીસને પણ લેખિત ફરિયાદ કરી છે..

તળેટીમાં આવેલ કુંડ જે અતિ પૌરાણિક કુંડ માનવામાં આવે છે. કુંડની આસપાસ ધાર્મિક તેમજ પર્યટકો માટે હરવા ફરવાના સ્થળો આવેલા છે. કુંડની બિલકુલ સામે અતિ પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલું ખોખાનાથ મહાદેવનું મંદિર પણ અતિ પ્રાચીન માનવામાં આવે છે. જ્યારે કુંડની સામેની તરફ ઈડરિયા ગઢના ડુંગરોમાં બિરાજમાન ચામુંડા માતાજીના સાક્ષાત દર્શન પણ થતા હોય છે.

ત્યારે દેશ વિદેશમાંથી ઇડરિયા ગઢની મુલાકાતે આવતા પર્યટકો આ ગઢ ટળેટીમાં આવેલા કુંડની મુલાકાત અચૂક પણે લેતા હોય છે. દિવસેને દિવસે વધતા પ્રવાસીઓના ઘસારાને ધ્યાન રાખી ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા કુંડની મરામત માટે 4 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે ગ્રાન્ટનો ઉપયોગ થયો જો કે કરવામાં આવેલા વિકાસના કાર્યો આજે પણ પાણીમાં ડૂબ્યા હોય તે દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. તેમજ આ કુંડ ઉપર કરવામાં આવેલા વિકાસ કાર્યોને પ્રવાસીઓ નિહાળી શકે તે પહેલા અસામાજિક તત્વોની હેરાનગતિ સહિત નશાનો અડ્ડો બન્યો છે.

સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક પોલીસને અસામાજિક તત્વો તેમજ નશા કરતા હોવાની રજૂઆત કરવામાં આવી છે..ત્યારે છતાં પણ કોઈપણ જાતની પરવા ના હોય તેમ પોલીસ અનદેખી કરી રહી છે. ત્યારે આ મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..જ્યારે કુંડની બાજુમાં બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલ તેમજ સાઈડમાં બનાવવામાં આવેલ શૌચાલયના દરવાજા પણ સુરક્ષિત નથી. પ્રવાસ વિભાગ દ્વારા કરવામાં આવેલ ખર્ચની સાથોસાથ બનાવેલ શૌચાલયના દરવાજા પાણીના નળ પાઇપો ઇલેક્ટ્રીક કેબલ ઇલેક્ટ્રીક બોર્ડ સહિતનાં સામાન્યની ચોરી કરી તેને વેચી નાખ્યું હોવાની રાવ ઉઠવા પામી છે. સ્થાનિકો દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને રજૂઆત કરી હોવા છતાંય આજ દિન સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવતા નથી.

કુંડની આજુબાજુમાં દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂ ની ખાલી બોટલો દેખાઈ રહી છે. બીજી તરફ ખાલી બોટલો દારૂ પીને કુંડમાં પણ દારૂની ખાલી બોટલો નાખી દેવામાં આવતી હોઈ છે. આ ઐતિહાસિક વારસાને બચાવવા અને અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહિ ન કરતા સ્થાનિક રહીશો દ્વારા સ્થાનિક તંત્ર સહિત મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સૂધી લેખિત રજૂઆત કરવામાં આવી છે.



આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: