વડોદરા/ આર્કિટેક્ટ એશો. પ્રમુખ કિરીટ પટેલની ધરપકડ, વુડાના મહિલા અધિકારીએ લગાવ્યા આરોપ

વુડા ઓફિસમાં નગર નિયોજક વિભાગમાં પોતાની ફરજ બજાવતા મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ કરી હતી કે કિરીટપટેલે ભાયલીની જમીનનો વિકાસ ચાર્જ ભરવાની અરજી ઓછી રકમ ભરીને આપી હતી

Gujarat Vadodara
કિરીટ પટેલની
  • વડોદરામાં આર્કિટેક્ટ એસો.ના પ્રમુખ ધરપકડ
  • ગત મોડી રાત્રે કિરીટ પટેલની ધરપકડ
  • વુડાના મહિલા અધિકારીએ નોંધાવી હતી ફરિયાદ
  • મહિલા અધિકારી સાથે અપશબ્દો બોલ્યાનો આક્ષેપ
  • કારેલીબાગ પોલીસે કરી હતી ધરપકડ

વડોદરામાં આર્કિટેક્ટ એસોસિએસનના પ્રમુખ કિરીટ પટેલની ધરપકડ કરવામાં આવી છે.કારેલીબાગ પોલીસે મોડી રાત્રે કિરીટ પટેલની ધરપકડ કરી છે. કિરીટ પટેલે શહેરના વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનાં મહિલા અધિકારી સાથે ગાળાગાળી કરી જોઇ લેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ મહિલા અધિકારી એ અપશબ્દો બોલ્યાનો આક્ષેપ કરવા સાથે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : ૭૮ વર્ષના વડીલના ફેફસામાંથી ગળી જવાયેલા કૃત્રિમ પદાર્થને બહાર કઢાયો

એક વર્ષમાં 400 જેટલી ફાઈલો કટકી લઈ મંજૂર કરવામાં આવી હોવાનો અને સ્ક્વેર ફૂટ પર રૂા. 5થી રૂા.40 સુધીનો ભાવ લેવામાં આવતો હોવાના આક્ષેપ પણ કરાયો છે. ઘર ફૂટે ઘર જાય તેવો ઘાટ સર્જાયો હોવાની ચર્ચૈા વચ્ચે આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર એસો.ના પ્રમુખે રોજ કૌભાંડ ખુલ્લા પાડવા અને લાંચ રૂશ્વત વિરોધી શાખાને પણ રજૂઆત કરવાની તૈયારી બતાવી છે.

ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલે પાલિકા અને વુડાના અધિકારીઓના કારણે વડોદરા નો વિકાસ રૂંધાયો હોવાના ગંભીર આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વહેતી કરી હતી. તે અગાઉ એન્જિનિયર આર્કિટેક્ટ એસોસિયેશને પણ રજા ચિઠ્ઠી, પ્લોટ વેલીડેશન અને સમય મર્યાદા મુદ્દે રજૂઆત કરી હતી. બીજી તરફ વુડાના મહિલા અધિકારી સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આરોપ સાથે આર્કિટેક એસોસિએશનના પ્રમુખ કિરીટ પટેલ સામે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ વિવાદ વકરતા હવે આર્કિટેક્ટ એસોસિએશને વુડાના અધિકારીઓ સામે બાયો ચઢાવી છે.

શું છે મામલો?

વુડા ઓફિસમાં નગર નિયોજક વિભાગમાં પોતાની ફરજ બજાવતા મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ કરી હતી કે કિરીટપટેલે ભાયલીની જમીનનો વિકાસ ચાર્જ ભરવાની અરજી ઓછી રકમ ભરીને આપી હતી જે બાબતે તેમણે તેમની સાથે બોલાચાલી કરીને 7 ફેબ્રુઆરીએ વુડા કચેરીમાં આવી ગાળાગાળી કરી હતી. તથા જોઈ લેવાી ધમકી આપી હતી.  આ ઉપરાંત સરકારી કામમાં રૂકાવટ કરવાનો પણ તેમનો આક્ષેપ છે.

અત્રે જણાવવાનું કે આ અગાઉ કિરીટ પટેલે કહ્યું હતું કે વુડાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. એક વ્યક્તિ રૂપિયા લે છે તે બધા વહેંચી લે છે. મારી સામે ખોટી ફરિયાદ થઈ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અધિકારીઓ નક્શા મંજૂરી માટે 10 રૂપિયા લે છે. પ્લોટ વેલીડેશન માટે 25થી 30 રૂપિયાનો ભાવ છે. તેમનું તો એવું પણ કહેવું છે કે તે મહિલા અધિકારીને મળ્યા જ નથી.

આ પણ વાંચો :મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે ત્યારે શહેરોમાં ચાલતા સ્પા અને હુક્કાબાર કેટલા યોગ્ય ?

આ પણ વાંચો :અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના દોષિતોને હવે આ તારીખે મળશે સજા

આ પણ વાંચો :ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ,16 લોકોના મોત

આ પણ વાંચો : વિવાદ હંમેશા વિકાસને અનુલક્ષીને હોવો જોઈએ