Not Set/ અનામતને લઈને હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રસ પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ, આજે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હાર્દિક પટેલ પરેશ ધાનાણીના નિવાસસ્થાને મુલાકાત પણ કરવાનો છે. હાર્દિકે અનામત મુદ્દે ભાજપ અને કોંગ્રેસ પર જોરદાર વાકપ્રહાર કર્યા હતાં. ટ્રાફિક બ્રિગેડ ભરતી માટેના ફોર્મ લેવા માટે 2 કિમી લાંબી લાઈનો લાગી છે, તે અંગે હાર્દિકે કહ્યું હતું કે, સવારે 6 વાગ્યાથી યુવાનો […]

Ahmedabad Top Stories Gujarat Videos
mantavya 33 અનામતને લઈને હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રસ પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ,

આજે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હાર્દિક પટેલ પરેશ ધાનાણીના નિવાસસ્થાને મુલાકાત પણ કરવાનો છે. હાર્દિકે અનામત મુદ્દે ભાજપ અને કોંગ્રેસ પર જોરદાર વાકપ્રહાર કર્યા હતાં.

ટ્રાફિક બ્રિગેડ ભરતી માટેના ફોર્મ લેવા માટે 2 કિમી લાંબી લાઈનો લાગી છે, તે અંગે હાર્દિકે કહ્યું હતું કે, સવારે 6 વાગ્યાથી યુવાનો ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા છે. 38 લાખ ફોર્મ ભરાતા હોય તો સમજો કે યુવાનો માનસિક રીતે કેટલા હારી ગયા હતા.

ઉપરથી તલાટીની પરીક્ષાનું કોઈ પરિણામ આવ્યું છે. સાચા ગુનેગારો પકડાતા નથી. કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ હાલમાં જ કૌભાંડ સામે આવ્યું છે. સરકાર એક પેપર પણ સાચવી શકતા નથી. ગુજરાતને 30 વર્ષ પાછા લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

2017ની ચૂંટણી પહેલા કોંગ્રેસે અમને જ ફોરમ્યુલા આપી હતી, તો હવે જ્યારે ડિસેમ્બરમાં વિધાનસભા શરૂ થવાની છે તો વિરોધ પક્ષાના નેતા તરીકે પ્રાઈવેટ બિલ લાવે અને વિધાનસભામાં રજૂ કરે.  વિકર સેક્શન કોઈ પણ રાજ્યને, કોઈ પણ સરકારને અનામત આપવા માટે બંધારણ આપે છે.

ગુજરાતને અનામતનો પૂરતો લાભ મળે તે માટે અમે આજે પરેશ ધાનાણીને રજૂઆત કરવાની છીએ. અમે એબોસી કમિશનને જે રજૂઆત કરી તે પરેશન ધાનાની કરીશું. કોંગ્રેસનું અનામત માટે, આંદોલન માટે તથા પાટીદાર સમાજ માટે શુ વલણ છે તે સાબિત કરવા પ્રયાસ કરીશું.