Rain/ વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતા મહુવાના આ ત્રણ ગામમાં લાખોનું નુકશાન!વીજ પુરવઠો પણ ખોરવાયો

સીઝનની શરૂઆતમા જ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતુ, મહુવા તાલુકાના લસણપોર,તરકાણી અને ગાંગડીયા ગ્રામજનો ભયભીત બની ગયા હતા

Gujarat
4 45 વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતા મહુવાના આ ત્રણ ગામમાં લાખોનું નુકશાન!વીજ પુરવઠો પણ ખોરવાયો

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે,ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની મહેર અવિરત રીતે ચાલુ છે, જયારે અનેક જિલ્લામાં અતિ વરસાદથી ભારે નુકશાનના સમાચાર આવી રહ્યા છે. મહુવા તાલુકાના અનાવલ વિસ્તારના ગરીબ ગ્રામજનોને બુધવારના રોજ બપોર બાદ વર્ષેલ સીઝનના પ્રથમ વરસાદે હચમચાવી મુકયા હતા, ભારે પવન અને ગાજ વીજ સાથે વર્ષેલ ધોધમાર વરસાદના પરિણામે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.અને સીઝનની શરૂઆતમા જ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતુ, મહુવા તાલુકાના લસણપોર,તરકાણી અને ગાંગડીયા ગ્રામજનો ભયભીત બની ગયા હતા

3 60 વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતા મહુવાના આ ત્રણ ગામમાં લાખોનું નુકશાન!વીજ પુરવઠો પણ ખોરવાયો

ભારે પવન સાથે વર્ષેલ વરસાદમા લસણપોર ગામના 39 ઘરોના નળિયા અને પતરા તૂટી ગયા હતા, ઉપરાંત ઉભા આંબાના ઝાડો પણ મૂળમાંથી ઉખડી ગયા હતા, શાકભાજી પકવતા ખેડૂતોના માંડવા પણ તૂટી જતા ભારે નુકશાની થવા પામી હતી.જ્યારે આ ભારે વરસાદમા તરકાણી ગામે રહેતા કમળાબેન બારોટના ઘરની દિવાલ સીઝનના પ્રથમ વરસાદમાજ તૂટી પડતા તેઓ મુશ્કેલીમા મુકાઈ ગયા હતા, સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાની કે ઈજા ન થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો ,પરંતુ પહેલા વરસાદ માજ ગરીબ પરિવારે મોટી નુકશાની વેઠવાની નોબત આવી હતી,

આ ઉપરાંત ગાંગડીયા ગામે પણ 10 ઘરોના પતરા ઉડી ગયા હતા અને નળિયા પણ તૂટી ગયા હતા, આ ગંભીર હોનારતમા 50 જેટલા ગ્રામજનોને નુકશાની પહોચી હતી .આ વાવાઝોડામા ત્રણેય ગ્રામજનોએ લાખો રૂપિયાની નુકશાની વેઠવાની નોબત આવી હતી, ભારે પવન સાથે વરસેલા વરસાદમા વીજળી પણ ડુલ થઈ ગઈ હતી,જે નુકસાનીની તંત્ર દ્વારા મરામતની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ નુકશાની મોટી હોવાના પરિણામે વિજપાવર 24 કલાક બાદ પણ શરૂ થયો ન હતો.આ નુકસાની અંગે તંત્રને જાણ થતા તલાટી સહિત નવા આવેલ તાલુકા વિકાસ અધિકારી આ ત્રણેય ગામોમાં આવી અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરી હતી