ગુજરાત/ સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમની હોમની શરૂઆત

રાજ્યમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં  વર્ક ફ્રોમની હોમની શરૂઆત કરવામાં આવી છે. 

Top Stories Gujarat
વર્ક ફ્રોમ હોમ સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમની હોમની શરૂઆત

ગુજરત રાજ્યમાં કોરોના કેસ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સંખ્યા ઉપર પણ અંકુશ મૂકવામાં આવ્યો છે. સરકારી કચેરીના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ ના ઓર્ડર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં  વર્ક ફ્રોમની હોમની શરૂઆત કરવામાં આવી છે.  કોરોનાનું સંક્રમણ વધતા પરિપત્ર જાહેર કરાયો છે. ગ્રામ વિકાસ કચેરીએ વર્ક ફ્રોમ હોમનો પરિપત્ર જાહેર કર્યો છે.  હાલમાં વર્ગ 3 અને તેનાથી નીચેના કર્મચારીઓ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ રોટેશન પ્રમાણે કચેરીમાં  આવવાનું રહેશે. અધિકારીઓ-કમિશ્નરની સૂચના પ્રમાણે વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દૈનિક નોંધાતા કોરોના કેસમાં મોટો ઉછાળ જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગતરોજ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 4213 કેસ નોંધાયા  હતા. અમદાવાદમાં સૌથી વધુ 1835 કેસ સામે આવ્યા હતા. સુરતમાં 1105 કેસ નોંધાય હતા.  વડોદરામાં 103 કેસ,  રાજકોટમાં 183, આણંદમાં 112, ખેડામાં 66, ગાંધીનગરમાં 59, નોંધાય હતા.  રાજ્યમાં પોઝીટીવ કેસની સંખ્યા વધવાની સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. હાલમાં રાજ્યમાં 14348 એક્ટિવ કેસ છે.

ભાજપના વધુ એક નેતા કોરોનાગ્રસ્ત

અમદાવાદમાં ભાજપના વધુ એક નેતા કોરોનાગ્રસ્ત બન્યા છે. ખાડિયા વિસ્તારના કોર્પોરેટર ઉમંગ નાયકને કોરોના થયો છે. રિવરફ્રન્ટ ખાતે સાધુ-સંતો સાથે હાજર રહ્યા હતા. ભાજપના 5 થી વધારે નેતાઓ કોરોના ગ્રસ્ત બન્યા છે.

આસ્થા / આવનારા 358 દિવસો સુધી આ રાશિના જાતકો પર શનિની તીક્ષ્ણ નજર રહેશે, 31 ડિસેમ્બર 2022 સુધી રહેજો સતર્ક

આસ્થા / આ રાશિના લોકો પૈસા ભેગા કરવામાં હોય છે નિષ્ણાત

ભારતીય મંદિર / 40 હજાર ટન ખડકોને કાપીને બનાવવામાં આવ્યું છે આ મંદિર, તેને બનાવવામાં લાગ્યા હતા 100 વર્ષ